Tech Guide Follow These Tips Before Buying 5G Smart Phone
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • 5G ફોન ખરીદતાં પહેલા જાણી લો આ વાતો, ખૂબ કામ આવશે

5G ફોન ખરીદતાં પહેલા જાણી લો આ વાતો, ખૂબ કામ આવશે

 | 5:53 pm IST
  • Share

અત્યારે જયારે લગભગ બધું સ્માર્ટફોન પર થાય છે, ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ચુકી છે. એમાં પણ કોરોના કાળમાં જયારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહયા છે ત્યારે 5G ફોનની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. આ જ કારણ છે કે સ્માર્ટફોન કંપનીઓ પણ માર્કેટમાં નવા-નવા સ્માર્ટફોન્સ લોન્ચ કરી રહી છે. પરંતુ જયારે તમે સ્માર્ટફોન ખરીદો છો, ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. માત્ર નામ જોઈને જ ફોન ખરીદી ન લેવાય. જો તમે પણ સારો 5G ફોન ખરીદવા માંગો છો, તો જાણી લો આ બાબતો –

5G ફોનની સ્પીડ – હાલમાં 4G ફોન કરતા 5G ફોનની કિંમત ઘણી વધારે છે. ત્યારે ફોન ખરીદતા પહેલા એ જાણી લો કે 4G ફોન કરતા 5G ફોન ફાસ્ટ છે કે નહિ. સામાન્ય રીતે 4G ફોન કરતા 5G ફોનની કિંમત પણ વધારે હોય છે અને 5G નેટવર્ક માટે રિચાર્જ પણ મોંઘુ હોય છે, તો આ બાબતને ધ્યાનમાં રાખો.

5G ફોનની બેટરી – 5G સ્માર્ટફોનમાં બેટરી વધુ ઝડપથી ડિસ્ચાર્જ થાય છે અને ફોન ગરમ થવાની સમસ્યા પણ વધારે આવે છે. એટલે નવા 5G ફોનની બેટરી લાઈફ વિશે જાણકારી પહેલા જ મેળવી લો. 5G ટેક્નોલોજીમાં ડેટા રીસીવિંગ વખતે વધુ બેટરી વપરાય છે. એવામાં મોટી બેટરીવાળો 5G ફોન ખરીદવો, સારો વિકલ્પ રહેશે.

ફોનમાં 5G બેન્ડ્સ – ભારતમાં 5G નેટવર્ક રોલઆઉટ થવામાં સમય લાગશે. એવામાં કેટલીક કંપનીઓ સિંગલ બેન્ડ 5G સ્માર્ટફોન ઓફર કરી રહી છે, જે બિલકુલ ભવિષ્ય માટે તૈયાર નથી. આનો અર્થ છે કે સિંગલ 5G બેન્ડવાળા સ્માર્ટફોનને 4G જેટલી જ સ્પીડ મળશે. એવામાં એ નોંધવું જોઇએ કે તમે જે 5G સ્માર્ટફોન ખરીદી રહ્યા છો તે મહત્તમ 5G બેન્ડ્સને સપોર્ટ કરતો હોય.

વધુ કર્વ્ઝવાળા બેન્ડ્સ – Sub-6Ghz 5G ફ્રીક્વન્સી સપોર્ટ સાથેનો સ્માર્ટફોન ખરીદવો વધુ સારો રહેશે, કારણ કે આ નેટવર્ક્સ વધુ કવરેજ ક્ષેત્ર પ્રદાન કરે છે. આને મિડ-રેન્જ બેન્ડ કહેવામાં આવે છે, જે દરેક રીતે ઉપયોગ માટે યોગ્ય રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન