Tech News Countdown to WhatsApp's monopoly, options explored
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Featured
 • એપ વર્લ્ડ: વોટ્સએપની મોનોપોલીનું કાઉન્ટડાઉન, વિકલ્પો શોધાયા, જાણો કઈ એપ કેટલા ડેટા કલેક્ટ કરે છે???

એપ વર્લ્ડ: વોટ્સએપની મોનોપોલીનું કાઉન્ટડાઉન, વિકલ્પો શોધાયા, જાણો કઈ એપ કેટલા ડેટા કલેક્ટ કરે છે???

 | 10:39 am IST
 • Share

રાજકારણીઓની ખાનગી વાતો હોય, શેરબજારના સોદા હોય, વિદેશમાં બેઠેલા પ્રિયતમ સાથે પ્રેમિકાની ગોષ્ટિ હોય કે પછી પરિવારની કે દોસ્તોના જૂથની અંદરો-અંદરની ચર્ચા હોય, આ બધા માટે જાણે વોટ્સએપ એક અનિવાર્ય અંગ બની ગયું છે. ઘરની વાત હોય કે કચેરીની, મેસેજથી લઈને પેમેન્ટ સુધીની દરેકે દરેક કામગીરી વોટ્સએપ પરની નાનકડી વાતચીતમાં પૂર્ણ થઈ જાય છે.

એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ ધરાવતાં વોટ્સએપના ભરોસાને સાચો માનીને આપણે નિશ્ચિત રહીને તેના પર આધારિત થઈ ગયા છીએ પરંતુ તાજેતરમાં વોટ્સએપે પોતાના યૂઝર્સની પ્રાઇવસી પોલિસી અને શરતોમાં બદલાવ લાવી રહ્યું છે, તેમ કહીને બોંબ ફોડયો હતો. ૨૦૧૪માં જ્યારે ફેસબૂકે વોટ્સએપને હસ્તગત કર્યું હતું ત્યારે માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે વોડ્સએપ સાથે સંકળાયેલા ડેટાને ફેસબૂકમાં એડ કરવામાં નહીં આવે.

જો કે ત્યારે વિકલ્પ આપવામાં આવ્યો હતો કે જો યૂઝર વોટ્સએપને મંજૂરી આપશે તો જ એમ કરવામાં આવશે. પરંતુ હવે તો કંપની જાણે દાદાગીરી પર ઊતરી આવી છે. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં તમારે વોટ્સએપની નવી પ્રાઇવેટ પોલિસીનો સ્વીકાર કરવો અનિવાર્ય થઈ પડશે. નિષ્ણાતોએ વોટ્સએપની નવી પોલિસીને યૂઝર્સની ગોપનીયતાના ભંગ સમાન ગણાવે છે. વોટ્સએપની આ જ મોનોપોલીનો વિરોધ શરૂ થઈ ગયો છે અને લોકોએ બીજા વિકલ્પ શોધવાની શરૂઆત કરી દીધી છે.

વોટ્સએપના વિકલ્પ તરીકે લોકો હવે સિગ્નલ, ટેલિગ્રામ, ડિસકોર્ડ જેવા માધ્યમો પસંદ કરી રહ્યા છે. જાણકારોના મતે વોટ્સએપ, ફેટબૂક અને ઈન્સ્ટાની સરખામણીએ આ માધ્યમોમાં ડેટાની પ્રાઈવસીનો ઓછો અથવા નહીંવત્ ભંગ થતો હોવાથી લોકો સિગ્નલ એપ તરફ વળ્યા છે. એક સમયે વોટ્સએપનું સર્જન કરનારી ટીમ દ્વારા જ સિગ્નલ એપ બનાવવામાં આવી છે.

આ એપ ડેટા કલેક્ટ ન કરતી હોવાથી દુનિયાભરમાં તેની ડિમાન્ડ વધી ગઈ છે. તેની ડિમાન્ડમાં એટલો ઉછાળો આવ્યો કે, તે ગણતરીના દિવસોમાં ભારતમાં ટોચની દસ એપ્સમાં પહેલાં સ્થાને આવી ગઈ. વોટ્સએપના આવા જ કેટલાક વિકલ્પો ઉપર નજર કરીએ….

આ એપની પ્રાઇવેટ પોલિસી જ પ્રભાવિત કરે છે, જે ચકાસવી જરૂરી

એપલના એપ સ્ટોર પર સિગ્નલ એપની સાથે આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એપ યૂઝરના મોબાઇલ નંબર સિવાય કોઈપણ જાણકારી લેતું નથી અને આ મોબાઇલ નંબરથી તમારી ઓળખની જાહેરાત નહીં કરવાની ખાતરી આપે છે. તેની પ્રાઇવેટ પોલિસીમાં એ બાબત પણ સામેલ છે કે જો તમે સિગ્નલ એપ પર અન્ય વેબસાઇટની સેવાઓનો ઉપયોગ કરશો તો તેને સિગ્નલની નહીં પરંતુ વેબસાઇટની શરતો લાગુ થશે. સિગ્નલનો ઉપયોગ કરવાની લઘુતમ વય ૧૩ વર્ષ છે. આ એપ તમારા કોન્ટેક્ટ લિસ્ટનો ઉપયોગ એટલા માટે કરે છે કે તમને જાણ કરી શકે કે તમારો ક્યો કોન્ટેક્સ સિગ્નલ એપ વાપરે છે.

પ્રાઈવેટ ચેટ સુરક્ષિત, માત્ર બિઝનેસ એકાઉન્ટ માટે ફેરફાર : વોટ્સએપની સ્પષ્ટતા

પ્રાઈવસી પોલિસીમાં મોટાપાયે ફેરફાર કરવાના કારણે નારાજગી અને બોયકોટનો સામનો કરી રહેલી વોટ્સએપને આખરે કેટલાક ખુલાસા કરવા પડયા હતા. કંપનીએ જણાવ્યું કે, પ્રાઈવસી પોલિસીમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેનાથી સામાન્ય લોકોને ચિંતા કરવાની જરૂર નથી. તેમની પ્રાઈવેટ ચેટના ડેટાને કોઈ અસર થશે નહીં. જે લોકો બિઝનેસ એકાઉન્ટ ધરાવે છે તેમના માટે નવી પોલિસી લાગુ કરવામાં આવી છે. ફેસબુક અને ઈન્સ્ટાને તેમાંથી કોઈ ડેટા શેર કરવામાં નહીં આવે તેવી પણ ચર્ચા છે. બીજી તરફ કંપનીએ જણાવ્યું કે, સામાન્ય યૂઝરના ડેટા એન્ડ ટૂ એન્ડ સબસ્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત જ છે. લોકો દ્વારા સામાન્ય ચેટમાં કરવામાં આવતી તમામ બાબતો સુરક્ષિત જ રહેશે, તેને કોઈ અસર થશે નહીં.

ફ્રી એપ્સ આપતી કંપનીઓ ડેટા દ્વારા કમાણી કરતી હોવાના દાવા

ઉલ્લેખનીય છે કે, એપ સ્ટોર ઉપર અનેક એપ્સ ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે અને તેની સેવાઓનો ઉપયોગ કરી શકાય છે. જાણકારોના મતે હકીકતે, સોશિયલ મીડિયા, ગેમિંગ, ચેટિંગ અને અન્ય ફ્રી સેવાઓ આપતી એપ્સ દ્વારા યૂઝર્સ પાસેથી કોઈ ચાર્જ નથી લેતી પણ તેમના ડેટા અને અન્ય વિગતોની એક્સેસ માગ્યા કરે છે. જાણકારોના મતે આ વિગતો ઓનલાઈન માર્કેટમાં મોટી કિંમતે વેચાતી હોય છે. એપ્સ ઉપર જાહેરાતો અને યૂઝર્સના ડેટાની હરાજી દ્વારા એપ્સ કમાણી કરતી હોવાના દાવા અવારનવાર થતા જ આવ્યા છે.

સોશિયલ મેસેજિંગ કઈ એપ કેટલા ડેટા કલેક્ટ કરે છે…???

વોટ્સએપ  

 • ડિવાઇસ આઈડી
 • યૂઝર આઈડી
 • એડવરટાઇઝિંગ ડેટા
 • પરચેઝ હિસ્ટ્રી
 • લોકેશન
 • ફોન નંબર
 • ઇ-મેલ એડ્રેસ
 • કોન્ટેક્ટ્સ
 • પ્રોડક્ટ ઇન્ટરેક્શન
 • ક્રેશ ડેટા
 • પર્ફોર્મન્સ ડેટા
 • અન્ય ડાયગ્નોસ્ટિક ડેટા
 • પેમેન્ટ ઇન્ફો
 • કસ્ટમર સપોર્ટ
 • અન્ય યૂઝર કન્ટેન્ટ

ફેસબૂક મેસેન્જર એપ

 • પરચેઝ હિસ્ટ્રી
 • અન્ય ફાઇનાન્શિયલ ઇન્ફો
 • પ્રિસાઇઝ લોકેશન
 • કોલ્સ લોકેશન
 • ફિઝિકલ એડ્રેસ
 • ઇ-મેલ એડ્રેસ
 • નામ
 • ફોન નંબર
 • અન્ય યૂઝર કોન્ટેક્ટ ઇન્ફો
 • કોન્ટેક્ટ્સ
 • ફોટોઝ-વીડિયોઝ
 • ગેમપ્લે કન્ટેન્ટ
 • અન્ય યૂઝર કન્ટેક્ટ
 • સર્ચ હિસ્ટ્રી
 • બ્રાઉઝિંગ હિસ્ટ્રી
 • યૂઝર આઈડી
 • ડિવાઇસ આઈડી
 • પ્રોડક્ટ ઇન્ટરેક્શન
 • એડવરટાઇઝિંગ ડેટા
 • અન્ય યૂઝર ડેટા
 • અન્ય ડાયગ્નોસ્ટિક ડ્ટી
 • અન્ય ડેટા ટાઇપ્સ
 • ક્રેશ ડેટા
 • પર્ફોર્મન્સ ડેટા
 • બ્રાઉઝિંગ હિસ્ટ્રી
 • હેલ્થ
 • ફિટનેસ
 • પેમેન્ટ ઇન્ફો
 • ઓડિયો ડેટા
 • કસ્ટમ સપોર્ટ
 • સેન્સિટિવ ઇન્ફો
 • આઇ મેસેજ
 • ઇ-મેલ એડ્રેસ
 • ફોન નંબર સર્ચ હિસ્ટ્રી
 • ડિવાઇસ આઈડી

સિગ્નલ એપ

 • કશું પણ નહીં (પર્સનલ ડેટા તરીકે સિગ્નલ તમારો મોબાઇલ નંબર સ્ટોર કરે છે અને એપ તેને તમારી ઓળખ સાથે જોડવાનો પ્રયાસ કરતું નથી)

ટેલિગ્રામ એપ

 • કોન્ટેક્ટ ઇન્ફો
 • કોન્ટેક્ટ્સ
 • યૂઝર

સૌથી વધારે ડાઉનલોડ થતી એપ કઇ છે?

આ બધામાં સિગ્નલ એપ સૌથી વધારે ટ્રેન્ડ થઈ રહ્યું છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે ફેસબૂકની ટીકા કરીને ટ્વિટ પર યૂઝ સિગ્નલ એવો મેસેજ શેર કરતાં આ એપના નામની ચર્ચા રાતોરાત વધી ગઈ છે. સિગ્નલે પોતે જ એક ટ્વિટ મારફત જાહેરાત કરી છે કે તે હાલમાં સૌથી વધારે ડાઉનલોડ થતી એપ છે. એક અહેવાલ અનુસાર પાછલા કેટલાક સપ્તાહ દરમિયાન સિગ્નલ એપના ડાઉનલોડિંગમાં ૩૮ ટકાનો ઘરખમ વધારો થયો છે. અને તે પણ ફક્ત ભારતમાં જ નહીં, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ અને સ્વિત્ઝરલેન્ડમાં પણ તે ટોચની ડાઉનલોડેડ એપ બની છે.

સિગ્નલના ખાસ ફીચસ પર એક નજર…

સિગ્નલ એપને વિશ્વની સૌથી સુરક્ષિત એપ માનવામાં આવે છે. તે યૂઝર પાસેથી તેના વ્યક્તિગત ડેટાની માગણી નથી કરતું જેની માગણી વોટ્સએપ કરે છે. આ એપમાં તમારા ડેટાના બેકઅપને ક્લાઉડ પર મોકલવામાં નથી આવતો તે તમારા ફોનમાં જ સેવ રહે છે. આ એપમાં Data Linked to Youનામનું ફીચર પણ છે જેનં કામ જ એ છે કે કોઈ ચેટ મેસેજિસનો સ્ક્રીન શોટ ના લઈ જાય. તેમાં પણ જૂના મેસેજિસ જાતે જ ગાયબ થઈ જાય છે.

વોટ્સએપની માફક અહીં કોઈ તમને જાતે જ ગ્રૂપ બનાવીને તમને જોડી શકતું નથી, તેણે ઇન્વાઇટ કરવા પડે છે. તેમાં Relay Callsનું ફીચર છે તેની મારફત તમારો કોલ સિગ્નલ સર્વર પરથી જાય છે તેથી સામે વાળા કોન્ટેક્ટને તમારા આઈપી એડ્રેસની જાણ થતી નથી. તેમાં તમે પિન પણ સેટ કરી શકો છો. સિગ્નલ એપ આઈફોન, આઈપેડ, એેન્ડ્રોઇડ, વિન્ડો, મેક અને લિન્ક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીએ હાલમાં તેમાં એક ગ્રૂપ વીડિયો કોલિંગ ફીચર દાખલ કર્યું છે જેની મારફત તમે એકસાથે ૧૫૦ લોકોની સાથે વીડિયો કોલ કરી શકો છો.

સિગ્નલ  

સિગ્નલ એક ક્રોસ પ્લેટફોર્મ એનક્રિપ્ટેડ મેસેજિંગ સર્વિસ છે જેને સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર એલએલસી દ્વારા વિકસાવવામાં આવી હતી. વોટ્સએપની મારફત સિગ્નલ પણ વન-ટુ-વન અને ગ્રૂપ મેસેજ સેન્ડ કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જેમાં ફાઇલ્સ, વોઇસ નોટ્સ, ઇમેજ અને વીડિયો સામેલ કરી શકાય છે.

ટેલિગ્રામ  

ટેલિગ્રામ એક ફ્રાવેર, ક્રોસ પ્લેટફોર્મ, ક્લાઉડ બેઝ ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને વીડિયો કોલિંગ સર્વિસ છે. તેને ૨૦૧૩માં પ્રારંભમાં OIS માટે લોંચ કરવામાં આવી હતી. આ એપના સર્વર વિશ્વભરમાં પથરાયેલા છે જો કે આ એપ હાલમાં દુબઈ બેઝ છે. એપની ગુણવત્તાની વાત આવે તો વોટ્સએપ અને ટેલિગ્રામ વચ્ચે કોઈ મોટો તફાવત નથી.

વાયર  

વાયર એક સિક્યોર મેસેજિંગ એપ છે, જેમાં એન્ડ ટુ એન્ડ એનક્રિપ્શન છે અને તેને યુરોપિયન ડેટા રિટેન્શન લો દ્વારા રક્ષણ મળેલું છે. તે મફત પર્સનલ એકાઉન્ટ ઓફર કરે છે અને વધારાના સપોર્ટ અને ફીચર્સ સાથે પેઇડ બિઝનેસ પ્લાન પણ ઓફર કરે છે. તેમાં સ્પષ્ટ અવાજ, વીડિયો કોમ્યુનિકેશનનો ફાયદો છે.

ડિસકોર્ડ  

ડિસકોર્ડનો વપરાશ હવે ફક્ત તમારા ફેલો ગેમર્સ સાથેની ચેટ કરવા પૂરતો સીમિત રહ્યો નથી.  આ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ મેસેજિસની સુવિધા પણ છે તે ઘણા લોકોના ધ્યાન પર આવતું નથી. તમે ડિસકોર્ડ પર્સનલ મેસેજિંગ ફીચર્સનો ઉપયોગ કરીને સંદેશ, ઇમોજી, જીઆઈએફ, ઇમેજિસ અને ડોક્યુમેન્ટ્સ મોકલી શકો.

થ્રીમા  

થ્રીમા એપમાં યૂઝર કોન્ટેક્સ લિસ્ટ અને ગ્રૂપની માહિતી વ્યક્તિના પોતાના ફોન પર જ સ્ટોર થાય છે, એપ્લિકેશનમાં નહીં. મેસેજને ડિલિવર કરવામાં આવે કે તરત ડિલીટ થઈ જાય છે. વધારામાં તે તમને ફોન નંબરની જગ્યાએ આઠ આંકડાનો થ્રીમા આઈડીનો ઉપયોગ કરતાં લોકો સાથે સંપર્ક કરાવે છે જે સુરક્ષિત છે.

કાઇઝાલા   

માઇક્રોસોફ્ટની કાઇઝાલા એપ પણ મેસેજિંગ એક્સપિરિયન્સ આપે છે. આ એપનો મૂળ ઉદ્દેશ કંપનીઓ પોતાના કર્મચારીઓ સાથે વિચારોનું આદાન-પ્રદાન કરી શકે તે હતો. તે પેઇડ અને ફ્રિ એમ બન્ને વર્ઝનમાં આવે છે. હાલમાં આ એપ પણ સામાન્ય સ્તરે લોકપ્રિયતા મેળવતી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન