Simple Technic Of Deleting Google And YouTube Search History
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Google અને YouTube પર નહીં રહે તમારી આ જાણકારી, જાણીલો ડિલીટ કરવાની રીત

Google અને YouTube પર નહીં રહે તમારી આ જાણકારી, જાણીલો ડિલીટ કરવાની રીત

 | 3:13 pm IST
  • Share

આપણે બધા જ Google અને YouTubeનો ઉપયોગ કરીએ છીએ. ચાહે કોઈ વિશે જાણકારી મેળવવી હોય કે પછી શૉપિંગ કરવી. દરેક માટે ગૂગલ ઘણું જ જરૂરી થઈ ગયું છે. કેટલાક લોકો આને ગૂગલ બાબા પણ કહે છે. આની પાસે તમામ પ્રશ્નોના જવાબ હોય છે. સાથે જ તમારા દરેક સર્ચની જાણકારી પણ ગૂગલની પાસે રહે છે. આપણે જે સર્ચ કર્યું છે તેના આધાર પર જ ગૂગલ આપણને બીજા સર્ચ રિઝલ્ટ બતાવે છે. તમે જે પણ ગૂગલ અથવા યૂટ્યૂબ પર સર્ચ કરો છો એ તમામ આની હિસ્ટ્રીમાં સેવ થઈ જાય છે.

તમારા સિવાય જે તમારો ફોન અથવા લેપટોપ લે છે તે તમે શું સર્ચ કર્યું છે તે જોઈ શકે છે. ઘણીવાર આપણે એવી ચીજો સર્ચ કરીએ છીએ જે આપણે ઇચ્છીએ છીએ કે કોઈ બીજું ના જુએ. તમે તેને ડિલીટ કરવા માંગતા હો છો, પરંતુ યોગ્ય રીત ના ખબર હોવાના કારણે તે સંપૂર્ણ રીતે ડિલીટ થઈ શકતુ નથી. તો આજે અમે તમને જણાવીશું ગૂગલ અને યૂટ્યૂબની સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરવાની સરળ રીત.

ગૂગલની હિસ્ટ્રીને આ રીતે કરો ડિલીટ

1. YouTubeની હિસ્ટ્રી ડિલીટ કરવા માટે તમારે સૌથી પહેલા પોતાના ફોન અથવા ડેસ્કટોપમાં Chrome ઑપન કરવાનું હશે.
2. ત્યારબાદ ટૉપ રાઇટ કૉર્નરમાં Moreનો વિકલ્પ હશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
3. અહીં તમને Historyનો વિકલ્પ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
4. ત્યારબાદ ફરીથી History પર ક્લિક કરો.
5. ફરીથી લેફ્ટ સાઇડમાં જોવા મળી રહેલા Clear Browsing Data પર ક્લિક કરો.
6. ત્યારબાદ એક ડ્રોપ ડાઉન મેન્યૂ આવશે, જેમાં તમારે એ સિલેક્ટ કરવાનું રહેશે કે તમને ક્યારની હિસ્ટ્રી ડિલીટ કરવાની છે. આમાં તમારે Time Range સિલેક્ટ કરવાનું રહેશે. આમાં છેલ્લા એક કલાક, એક દિવસ, 7 દિવસ, 4 અઠવાડિયા અથવા હંમેશાના વિકલ્પમાંથી એક સિલેક્ટ કરો. સાથે જ તમામ ચેકબૉક્સને પણ ટિક કરી દો.
7. વિકલ્પને સિલેક્ટ કર્યા બાદ તમારે નીચે આપવામાં આવેલા Clear Data પર ટેપ કરવાનું હશે.

YouTubeની હિસ્ટ્રીને આ રીતે ડિલીટ કરો

1. આ માટે તમારે સૌથી પહેલા YouTube પર જવાનું રહેશે.
2. ત્યારબાદ લેફ્ટ સાઇડ પર આપવામાં આવેલી Historyના વિકલ્પને ટેપ કરો. આનાથી તમારી YouTube History ડિલીટ થઈ જશે.
3. ત્યારબાદ તમારી સામે એક પેજ ઑપન થશે, જેમાં તમને તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલા તમામ વિડીયો જોવા મળશે.
4. જમણી બાજુએ Watch Historyને ચેક કરો અને પછી નીચે આફવામાં આવેલા Clear All Watch History પર ક્લિક કરો.
5. ત્યારબાદ એક પૉપ અફ વિન્ડો ખુલશે. તેમાં નીચે આપવામાં આવેલા Clear Watch History વિકલ્પ પર ટેપ કરી દો. આનાથી તમારી YouTube સર્ચ હિસ્ટ્રી ડિલીટ થઈ જશે.

આ વિડીયો પણ જુઓ: વલસાડમાંથી ખાનગી બસમાંથી ગાંજો ઝડપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન