ગુજરાતી મૂળના ટેકનોક્રેટ ડો.કેવિત દેસાઈને મળ્યું કેન્યાના કેબિનેટમાં સ્થાન - Sandesh
  • Home
  • Gujarat
  • ગુજરાતી મૂળના ટેકનોક્રેટ ડો.કેવિત દેસાઈને મળ્યું કેન્યાના કેબિનેટમાં સ્થાન

ગુજરાતી મૂળના ટેકનોક્રેટ ડો.કેવિત દેસાઈને મળ્યું કેન્યાના કેબિનેટમાં સ્થાન

 | 2:14 pm IST

કેન્યાના પ્રેસિડેન્ટ ઉહુરૃ કેન્યાટાએ તેની કેબિનેટમાં ગુજરાતી મૂળના રોબેટિક એન્જિનયર ડો. કેવિત સુભાષ દેસાઇને સ્થાન આપ્યુ છે અને તેઓને એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. કાલે ડો. કેવિત દેસાઇએ કેન્યાની સંસદમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

ટેકનોક્રેટ એવા ડો. કેવિત સુભાષ દેસાઈનું મૂળ વતન નડિયાદ છે. પરંતુ તેમનો જન્મ તો કેન્યામાં જ થયો હતો . બાદમાં ડો. દેસાઈએ જાપાનમાંથી રોબોટિક્સ સાયન્સમાં PHD કર્યું છે. તેઓ કેન્યામાં આઈટી ફર્મ ચલાવે છે અને કેન્યાના ગર્વમેન્ટમાં લાંબા સમયથી સક્રિય છે.

ડો. દેસાઈ એજ્યુકેશન મિનિસ્ટ્રીમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમાયા, ત્યારે તેમણે હાથમાં ગીતા લઈને શપથ લીધા હતા. અને આમ ભારતીય પરંપરાનું પણ માન જાળવ્યું હતું. તેઓ હાયર એજ્યુકેશન કમિશનના કમિશ્નર, પ્રાઇવેટ સેક્ટર એલાયન્સના ગર્વનર, મિનિસ્ટ્રી ઓફ હાયર એજ્યુકેશન, સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની ટાસ્ક ફોર્સના સભ્ય પણ રહી ચૂક્યા છે. કેન્યાની એજ્યુકેશન સિસ્ટમમાં સાયન્સ એન્ડ ટકનોલોજી એક્ટ, યુનિવર્સિટી એક્ટ અને ટેકનિકલ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ એક્ટ ઓફ પાર્લામેન્ટનાના ઘડતરમાં પણ ડો. દેસાઇની પાયાની ભૂમિકા રહી છે.

ડો.દેસાઇના દાદા જશભાઇ દેસાઇ વર્ષ 1925માં આફ્રિકા ગયા હતા અને કેન્યાની આઝાદી માટે તેમણે મોટુ યોગદાન આપ્યું હતું. ડો.કેવિત દેસાઇના દાદા જશભાઇ મોતિભાઇ દેસાઇનો જન્મ નડિયાદમાં સન ૧૯૦૫માં થયો હતો. નાની ઉમરમાં જ જશભાઇના પિતાનું અવસાન થતા માત્ર ૨૦ વર્ષની ઉમરે જશભાઇ કમાવા માટે આફ્રિકા પહોંચ્યા હતા. જશભાઇએ કેન્યાની આઝાદી માટે સર્વશ્વર અર્પણ કરી દીધુ હતુ અને એટલે જ જશભાઇ દેસાઇના પરિવારને કેન્યામાં આજે પણ સન્માનની નજરે જોવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન