Technology Airtel new plane launch combo recharge
  • Home
  • Featured
  • Jioને ટક્કર આપવા માટે એરટેલે લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, જાણો વિગત

Jioને ટક્કર આપવા માટે એરટેલે લોન્ચ કર્યો ધાંસૂ પ્લાન, જાણો વિગત

 | 12:02 pm IST

Airtelએ એક વાર ફરી ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ઓછા ભાવ વાળું રિચાર્જ પેક લોન્ચ કર્યું છે. Jioને ટક્કર આપવા માટે ભારતી એરટેલે 97 રૂપિયા વાળું કોમ્બો પેક રજૂ કર્યું છે. જણાવી દઇએ કે આ મહીને એરટેલે ત્રણ અન્ય કોમ્બો રિચાર્જ પેક લોન્ચ કર્યા હતા. જેની કિંમત આશરે 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયા છે. આ પ્લાનમાં ડેટા, વોઇસ કોલ્સ અને લાંબી વેલિડિટી મળે છે અને તે જીઓના પેક્સને પડકાર આપે છે.

એરટલે 97 રૂપિયા વાળું રિચાર્જ દેશભરમાં ઉપલબ્ધ છે. ખાસ વાત એ છે કે એરટેલના 97 રૂપિયા વાળા રિચાર્જને કંપનીના 99 રૂપિયા વાળા રિચાર્જથી પડકાર આપશે. જીઓની પાસે પણ 98 રૂપિયાળા વાળું એક પેક છે જેમા આ દરેક ફાયદા મલે છે.પરંતુ એરટેલ અનલિમિટેડ વોઇસ કોલ્સ સાથે આવે છે. એરટેલના આ પ્રીપેઇડ કોમ્બો રિચાર્જ પેકમાં 350 મિનિટ લોકલ, એસટીડી અને રોમિંગ વોઇસ કોલ્સ મળે છે. કોલિંદ મિનિટ્સ સિવાય, ગ્રાહકોને 1.5 જીબી 3જી/4જી ડેટા અને 200 લોકલ તેમજ એસટીડી એસએમએસ પણ મળે છે. એરટેલનો આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે મળે છે.

ગ્રાહક એરટેલની વેબસાઇટ કે MY Airtel એપ પર જઇને આ રિચાર્જનો ફાયદો લઇ શકે છે. એરટેલે ગત મહિને 95 રૂપિયા વાળું રિચાર્જનો પ્લાન પંજાબ, તમિલનાડુ અને પશ્ચિમિ યુપી માટે લોન્ચ કર્યો હતો. પરંતું થોડાક અઠવાડિયામાં આ પેકને દેશભરમાં રોલઆઉટ કરવાની જાણકારી આપી હતી. 95 રૂપિયા વાળા કોમ્બો પેકમાં 500એમબી 3જી/4જી ડેટાની સાથે 95 રૂપિયાનો ટોક ટાઇમ મળે છે. જ્યારે એરટલેના 99 રૂપિયા વાળા પ્લાનમાં આ વર્ષે જૂનમાં બદલાવ કરવામાં આવ્યા હતા.