Technology Airtel's number-1 can be snatched in India, why not know?
  • Home
  • Featured
  • ભારતમાં Airtelનો નંબર-1નો તાજ છીનવાઇ શકે છે, જાણો કેમ?

ભારતમાં Airtelનો નંબર-1નો તાજ છીનવાઇ શકે છે, જાણો કેમ?

 | 12:56 pm IST

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એટલે કે એનસીએલટીએ આઇડિયા અને વોડાફોન મર્જ થવાની મજૂરી આપી દીધી છે. ત્યાર પછી કંપનીએ સૌથી વધારે શેર અને રેવેન્યુ શેરના કરણે એરટેલ તેના 15 વર્ષના ઇતિહાસથી પાછળ છૂટવાનું છે. બન્ને કંપનીઓ એક સાથે આવ્યા પછી 15 વર્ષ બાદ એરટેલ ભારતની નંબર 1 કપનીનો તાજ ખોઇ શકે છે.

આદિત્ય બિરલા ગ્રુપના સીનિયર અધિકારી જે આઇડિયાનો ભાગ છે તેમને કહ્યું કે બન્ને કંપનીઓની સાજેદારી પછી નવા આંકડાઓમાં 440 મિલિયન સબ્સક્રાઇબર્સનો ફાયદો થશે તો તે 34.7 ટકા રેવેન્યું માર્કેટ હશે. બન્નેની રેવેન્યું જ્યાં 60 હજાર કરોડ હશે તો બન્ને કંપનીઓના દેવાને મર્જ કરી દે તો આ આંકડો 1.15 લાખ કરોડ થઇ શકે છે.

ભાગીદારી પછી હવે માર્કેટમાં ફક્ત ત્રણ જ ટેલિકોમ કંપનીઓ વચ્ચે હવે ટક્કર જોવા મળશે જ્યાં ભારતી એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોન-આઇડિયા સામેલ છે. આ ત્રણેયની વચ્ચે હવે સબ્સક્રાઇબર્સને લઇને ટક્કર થશે.

વોડાફોન અને આઇડિયા સેલ્યુલરના ગ્રાહકોની સંખ્યા આશરે 44.3 કરોડ છે. જ્યારે ભારતી એરટેલના ગ્રાહકોની સંખ્યા 34.4 કરોડ છે જણાવી દઇએ કે સરકારે 26 જુલાઇએ વોડાફોન અને આઇડિયાના વિલીનીકરણને મંજૂરી આપી હતી. બન્ને કંપનીઓ દ્વારા વન-ટાઇમ સ્પેક્ટ્રમ ફી તરીકે 7,248.78 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવ્યાસ પછી સરકારે આ મંજૂરી આપી.