Technology Auto if think taking car than wait november
  • Home
  • Featured
  • કાર લેવાનું વિચારી રહ્યા છો તો થોભી જજો, નવેમ્બરમાં આવી રહી છે આ કાર

કાર લેવાનું વિચારી રહ્યા છો તો થોભી જજો, નવેમ્બરમાં આવી રહી છે આ કાર

 | 3:26 pm IST

ટાટા મોટર્સે ખુલાસો કર્યો છે કે તે ઇલેકટ્રિક કાર પર કામ કરી રહી છે. ટાટાની પહેલી ઇલેકટ્રિક કારને ભારતમાં નવેમ્બર સુધી લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ હાલ આ અંગે કોઇ ખુલાસો કર્યો નથી કે આ કારનું નામ શુ હશે. એવી આશા છે કે ટાટા ટિગોર ઇલેકટ્રિકની પ્રથમ કાર લોન્ચ કરી શકે છે. કારણકે ટાટા પહેલેથી આ ઇલેક્ટ્રિક સિડેનને ભારત સરકારને સપ્લાઇ કરી રહી છે. તેનો મતલબ છે કે આ કાર રોડ પર ચાલવા માટે તૈયાર છે.

ટાટા ટિગોર ઇલેકટ્રિક સિડનથી જોડાયેલી ટેકનીકલ જાણકારી હાલ સાર્વજનિક કરવામાં આવી નથી. Tata Tigor Electric સિડેનની સરકારી વર્ઝન જો પબ્લિક માટે લોન્ચ કરી શકે છે. તો આ કાર સિંગલ ચાર્જ પર 130 કિલોમીટરની દૂરી નક્કી કરી શકશે. તેની ટોપ સ્પીડ લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાક હોય શકે છે. જોકે, કેટલાક સરકારી કર્મચારીઓએ પહેલા ફરિયાદ કરી છે કે ટિગોર ઇલેકટ્રિક કારની રિયલ રેન્જ 100 કિલોમીટરની આસપાસ છે.

કંપનીએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે પબ્લિક ડોમેનમાં લાવતા સમયે કારની રેન્જથી જોડાયેલી ફરિયાદ ન આવે. કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત 9 લાખ રૂપિયાની આસપાસ હોય શકે છે. આ કિંમત ત્યારે થશે જ્યારે સરકાર ઇલેકટ્રિક કારની ખરીદી પર 20 ટકા સબ્સિડી આપવા તૈયાર છે.

ટિગોર ઇલેકટ્રિક સિવાય ટાટા મોટર્સ બજારમાં જે બીજી કાર લાવી શકે છે તે ટિયાગો ઇલેકટ્રિક. Tiago EVએ 2018 ઇન્ડિયન ઓટો એકસ્પો અને યુકેમાં રજૂ કરવામાં આવી છે. ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારના કારણે કંપની તેને પણ લોન્ચ કરી શકે છે. તેની કિંમત 8-10 લાખની વચ્ચે અનુમાનિત છે.