Technology benefits of JIO recharge 400 RS
  • Home
  • Technology
  • Jio યુઝર્સ માટે ખુશખબર, આ રિચાર્જ પર થશે 400 રૂપિયાનો ફાયદો

Jio યુઝર્સ માટે ખુશખબર, આ રિચાર્જ પર થશે 400 રૂપિયાનો ફાયદો

 | 7:20 pm IST

Jio આવ્યા પછીથી ટેલિકોમ જગતમાં નવી-નવી ઓફર લોન્ચ થતી રહે છે. અન્ય કંપનીઓ જીઓને ટક્કર આપવા માટે તેમના પ્લાનમાં કઇકને કઇક બદલાવ કરતા રહે છે. આ કડીમાં હવે Jioએ એકવાર ફરી એવો પ્લાન રજૂ કર્યો છે કે Jio યૂઝર્સને જાણવું ખૂબ જરૂરી છે. આ પ્લાનથી જીઓ યૂઝર્સને 400 રૂપિયાનો ફાયદો થશે.

Jioએ તેની કેશબેક ઓફરને ફરી એકવાર લઇને આવ્યો છે. Jioના આ કેશબેક ઓફરના નામ Get more than 100% cashback છે. આ કેશબેક ઓફરની માનીએ તો યુઝર્સને 400 રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. જોકે, આ ફાયદો યુઝર્સને કેશબેક રીતે મળશે. Jio cashback offerની માનીએ તો આ હેઠળ યુઝર્સને 398 કે તેનાથી વધારે રિચાર્જ કરાવવાનું રહેશે. આ ઓફરની શરૂઆત એક ઓગસ્ટથી થઇ છે અને તે 15 ઓગસ્ટ સુધી ઓફર ચાલશે. તમને જણાવી દઇએ કે આ ઓફર જીઓના પ્રાઇમ ગ્રાહકો માટે એક્સક્લૂસિવ લાવવામાં આવી છે.

જીઓ યુઝર્સ 398 કે તેનાથી વધારેનું રિચાર્જ કરાવે છે તો તેમને પછી 50-50 રૂપિયાના 8 વાઉચર્સ આપવામાં આવશે. આ વાઉચર્સને જોડવાથી તે 400 રૂપિયા થશે. એક વારના રિચાર્જ પર તમે 50 રૂપિયાના એક વાઉચરનો ઉપયોગ કરી શકશો. તે સિવાય જીઓ યૂઝર્સ પેટીએમ દ્વારા રિચાર્જ કરો છો તો તેમને 50, ફોન પે, અમેઝોન પેઅને મોબિક્વિક દ્વારા 75-75 રૂપિયા કેશબેક મળે છે. તે સિવાય ફ્રી રિચાર્જની મદદથી રિચાર્જ કરાવવા પર 100 રૂપિયાનો ફાયદો કેશબેક યુઝર્સ આપવામાં આવે છે.