Technology Bug in Mozilla Firefox, your screen may hack freeze
  • Home
  • Featured
  • તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન થઇ જશે બ્લોક, શું તમે નેટ ચાલુ કરવા કરો છો Mozilla Firefoxનો ઉપયોગ

તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન થઇ જશે બ્લોક, શું તમે નેટ ચાલુ કરવા કરો છો Mozilla Firefoxનો ઉપયોગ

 | 8:49 am IST

સામાન્ય રીતે આપણે ખાનગી જાણકારીઓને હેક થવાની ખબર સાંભળતા રહીએ છીએ પરંતુ હવે હેકર્સ મોટી મોટી કંપનીઓને પણ નથી છોડી રહ્યા. હાલમાં જાણકારીમાં આવેલા એક મામલા અનુસાર મોઝિલા ફાયરફોક્સ એક નવો બગ આવ્યો છે. આ બગ Mozilla Firefox ઉપયોગ કરનારા વિન્ડોઝ કે મેક પીસીની સ્ક્રીનને ફ્રીજ કરી રહ્યા છે. તેનાથી બ્રાઉઝર બ્લોક થઇ જાય છે.

એક ખબર અનુસાર Ars Technicaના એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ મુજબ વેબસાઇટ દ્વારા પહોંચીને કોમ્પ્યુટર સ્ક્રીનને ફ્રીઝ કરી દે છે. આ બગ યૂઝર્સને એક મેસેજ બતાવે છે કે તમારી ડિવાઇસ પાઇરેટેડ વર્ઝન પર કામ કરી રહી છે. જો તમે ઓરિજિનલ વર્ઝન ઇચ્છો છો તો એક નંબર પર કોલ કરવાનો હોય છે. જો યૂઝર્સ તે નંબર પર કોલ નથી કરતા તો તેમની ડિવાઇસ રિમોટલી ડિસેબલ કરી દેવામાં આવે છે.

મેસેજમાં લખ્યું હોય છે કે તમારા વિન્ડોઝની રજીસ્ટ્રેશન ગેર કાયદાકીય છે. જેથી અમે તમારું કોમ્પ્યુટર લોક કરી દીધુ છે. તેમાથી પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે એવુ પણ લખવામાં આવે છે કે તમારી વિન્ડો ડેસ્કટોપ હેક થઇ ગયું છે અને અમે તમારી સુરક્ષા માટે તેને બ્લોક કરી રહ્યા છીએ. જો તમે બ્લોક થવાથી બચવા માંગો છો તો અમને 5 મિનિટની અંદર કોલ કરો. તે બાદ તમે તેને મેસેજની ટેબને બંધ કરો છો તો તમને એક પોપ-અપ આવશે જેમા કોઇ વેબસાઇટ પર લોગઇનનો મેસેજ હશે અને યુઝરનેમ તેમજ પાસવર્ડને લોગઇન કરવાનું કહેવામાં આવશે.

જોકે, કંપનીનું કહેવું છે કે જો યુઝર આ પ્રકારની સ્થિતિમાં ફસાઇ જાય છે તો વિન્ડોઝમાં ટાસ્ક મેનેજર અને macOSને ફોર્સ ક્લોઝ ફંક્શન દ્વારા જ બંધ કરી શકાય છે. એક વાતનું ધ્યાન રાખો કે જો તમે ફરીથી સિસ્ટમ ઓ કરશો તો તમારી દરેક ટેબ્સ તમને ખુલી મળશે. અહીં પ્રભાવિત વેબસાઇટના લોડ થતા જ ફરીથી બગ વાળો મેસેજ તમારી સ્ક્રીન પર નજરે પડશે. આ ત્યારે જ થશે જ્યારે તમે બ્રાઉઝરમાં ઓટો ટેબ્સ રીઓપન ઓપ્શનને એક્ટિવેટ કરી હશે. એવામાં તેને બંધ જ રાખો. તમને જણાવી દઇએ કે આ બાઇ ડિફોલ્ટ બંધ જ રહે છે.

આ પણ જુઓ : બાબરી મસ્જિદ ખાલી જગ્યા પર નહોતી બની – CJI NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન