technology Google, Facebook Twitter threaten to leave Pakistan over new rules
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • …તો ઇમરાન ખાન હવે ક્યાંયના નહીં રહે, હવે બાકી હતું તો ગૂગલ, ફેસબુક અને ટ્વિટરે પણ આપી ચેતવણી

…તો ઇમરાન ખાન હવે ક્યાંયના નહીં રહે, હવે બાકી હતું તો ગૂગલ, ફેસબુક અને ટ્વિટરે પણ આપી ચેતવણી

 | 3:02 pm IST
  • Share

નવા ડિજિટલ કાયદાના આગમનથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ટરનેટ અને ટેકનોલોજીના મુખ્ય કંપનીઓએ પાકિસ્તાનને ધમકી આપી છે કે જો આ કાયદો નહીં બદલવામાં આવે તો તેઓ પાકિસ્તાનથી પોતાનો વેપાર સમેટવા માટે મજબૂર થવું પડશે. તેમાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે જાહેરાત કરી હતી કે હવે તેમના ત્યાં ઇન્ટરનેટના કંટેટ પર સેંશરશિપ લાવવામાં આવશે. નિયમો તોડનાર કંરની વિરુદ્ધ દંડ ફટકારવામાં આવશે.

સરકારની નીતિઓની વાત કરીએ તો વૈશ્વિક ઇન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એશિયા ઇન્ટરનેટ એલાયન્સએ એક નિવેદનમાં કહ્યું છે કે ઇન્ટરનેટ કંપનીઓને લક્ષ્યાંક બનાવનારા નવા કાયદા ચિંતાજનક છે. જણાવી દઇએ કે ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પણ આ જોડાણનો એક ભાગ છે. કંપનીઓએ આ વાત એવા સમયે કહ્યું છે જ્યારે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઈટી) મંત્રાલયે આ જાહેરાત ફક્ત બે દિવસ પહેલા કરી હતી.

પાકિસ્તાનના અખબાર અનુસાર બુધવારે આઇટી મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ કંપનીઓને તપાસ એજન્સીઓ પૂછશે તે તમામ માહિતી આપવાની રહેશે. આ માહિતીમાં સબ્સ્ક્રાઇબર માહિતી, ટ્રાફિક ડેટા અને વપરાશકર્તા ડેટા શામેલ હોઈ શકે છે. નવા નિયમો હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને ઇસ્લામનો બદનામ કરવા, અભદ્ર ભાષા, અશ્લીલતા અથવા કોઈપણ સામગ્રીને વેગ આપવા બદલ 3.14 મિલિયન ડોલર સુધીનો દંડ કરવામાં આવશે.

આ પણ જુઓ : PDPUના 8માં પદવીદાન સમારોહમાં PMનું સંબોધન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન