Technology google map new feature
  • Home
  • Technology
  • ગૂગલ મેપ્સનો ઉપયોગ કરનારા માટે આવ્યું વધુ એક નવું ફિચર

ગૂગલ મેપ્સનો ઉપયોગ કરનારા માટે આવ્યું વધુ એક નવું ફિચર

 | 8:48 pm IST

ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર જોડાયું છે. આ ફીચર દ્વારા લાઇવ લોકેશનની સાથે બેટરીની જાણકારી પણ શેર કરી શકો છો. રિયલ ટાઇમ લોકેશન શેર કરવાનું ફિચર પહેલેથી આપવામાં આવ્યું છે અને હવે તેમા એક નવું ફીચર આવી ગયું છે. ઉદાહરણ તરીકે તમે કોઇને સાથે લાઇવ લોકેશન શેર કરી રહ્યા થો તો સાથે બેટરી સ્ટેટસ પણ જોવા મળશે. જેથી માલૂમ કરી શકાય કે રસ્તામાં તમારી બેટરી તો પુરી થઇ ગઇ નથી. આ નવું ફીચર એક અપડેટ દ્વારા તમારા સુધી પહોંચશે. જો તમે ગૂગલ મેપને અપડેટ નથી કર્યું તો કરી શકો છો.

શુ છે લાઇવ લોકેશન શેયરિંગ
તમારામાંથી ખાસ કરીને કેટલાક યુજર્સને ખબર હશે કે લાઇવ લોકેશન શેયરિંગ કેવી રીતે કામ કરે છે. વોટ્સએપ અને મેસેન્જરમાં પણ આ ફીચર આપવામાં આવ્યું છે. લાઇવ લોકેશન શેર કરીને તમે તમારા જાણીતા લોકોને જણાવી શકો છો કે તમે ક્યાં છે. આ બન્ને તરફથી શેક કરી શકાય છે. એટલે કે જ્યારે તમે લાઇવ લોકેશન સેન્ડ કરો છો તો બીજી તરફ રિસીવરને પણ આ ઓપ્શન આવે છે. જેથી તે ઇચ્છે તો તમને લાઇવ લોકેશન સેન્ડ કરી શકે છે.

લાઇવ લોકેશન સેન્ડ કરવામાં તમે ટાઇમ પણ સેટ કરી શકો છો. જા તમે ઇચ્છો તો કલાકો માટે સતત શેર કરો કે કલાકથી પણ વધારે લાઇવ લોકેશન શેર કરી શકો છો. ઉલ્લેખનીય છે કે ગૂગલે મેપ્સના ઇંટરફેસને અપડેટ કર્યું છે અને હવે તે ફ્લેટ નથી પરંતુ ગોળ દેખાય છે. જૂમ આઉટ કરવા પર હવે તમને તે ફ્લેટ સર્ફેસની જેમ નહીં પરંતુ ગ્લોબ જેવું દેખાશે. હાલ 3D ગ્લોબ મોડ ફક્ત ગૂગલ મેપ્સના ડેસ્કટોપ વર્ઝન માટે ઉપલબ્ધ છે. જે દરેક મુખ્ય વેબ બ્રાઉઝરને સપોર્ટ કરે છે.