Technology How TO change Gmail Password
  • Home
  • Featured
  • Gmailનો પાસવર્ડ બદલવો છે તો જાણી લો આ છે સહેલી ટ્રિક્સ

Gmailનો પાસવર્ડ બદલવો છે તો જાણી લો આ છે સહેલી ટ્રિક્સ

 | 3:43 pm IST

સૌથી લોકપ્રિય ઇ-મેઇલ સર્વિસ Gmail આપણી ડેલી લાઇફનો ભાગ છે. સુરક્ષાના હિસાબથી આપણે સતત જીમેઇલનો પાસવર્ડ બદલતા રહેવું જોઇએ. જી-મેઇલમાંલ પાસવર્ડ બદલવો કોઇ મુશ્કેલ કામ નથી પરંતુ તે ખૂબ સહેલું કામ છે.

– જી-મેઇલમાં લોગ ઇન કરો, તમારુ યુઝર નેમ અને પાસવર્ડ ટાઇપ કરીને લોગ ઇન કરો.

– હવે સેટિંગ્સમાં જઇને મેનુ ખોલો. તે બાદ Accounts and Import પર ક્લિક કરો.

– ત્યાર પછી Change Password પર ક્લિક કરો. હવે My Accounts માં નવી વિન્ડો ઓપન થશે.

– હવે તમારા જૂના પાસવર્ડને ટાઇપ કરો. એક નવો પાસવર્ડ ટાઇપ કરો.

– ફરી એકવાર તમે તમારો નવો પાસવર્ડ ટાઇપ કરો.

– હવે તમારા નવા પાસવર્ડને કન્ફર્મ કરો. Change Password પર ક્લિક કરો.

– ધ્યાન આપો કે, જી-મેઇલમાં એક રિકવરી ઇ-મેઇલ એકાઉન્ટ હોવું જરૂરી છે. જેને તમે તમારા હાલના Gmailથી જોડી શકો છો અને તમારા જીમેઇલ એકાઉન્ટના પાસવર્ડને ભુલી ગયા હોવ તો પાસવર્ડથી જોડાયેલી જાણકારી તેમા હાંસલ કરી શકો છો.