Technology How to hide whatsapp Lastseen
  • Home
  • Featured
  • વોટ્સએપનું Last Seen આ રીતે કરો Hide, આ છે પ્રોસેસ

વોટ્સએપનું Last Seen આ રીતે કરો Hide, આ છે પ્રોસેસ

 | 1:26 pm IST

વોટ્સએપ લોકોને સોશિયલ થવાની સહેલી અને સારી રીત છે. પરંતુ કેટલીક વખતે તેની પર ઘણા એવા લોકો ટકરાઇ જાય છે. જેના મેસેજનો તમે રિપ્લાય કરવા માંગતા નથી. એવા લોકોથી બચવા માટે લાસ્ટ સીન છુપાવી શકો છો. જેનાથી સામે વાળાને કઇ ખબર પડશે નહીં કે તમે વોટ્સએપ ક્યારે ખોલ્યું અને ક્યારે બંધ કર્યું. તે કેવી રીતે કરાય આજે અમે તમને જણાવીશું.

વોટ્સએપ તમને નક્કી કરવાની સુવિધા આપશે કે લાસ્ટસીનને કેવી રીતે હાઇડ રાખવું. તમે ઇચ્છો તો તમારું લાસ્ટ સીન ફક્ત તે લોકોની સાથે જ શેર કરી શકો છો જે તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં એડ છે.

એન્ડ્રોય પર લાસ્ટ સીન છુપાવવાની રીત

– સૌ પ્રથમ વોટ્સએપ ઓપન કરો, ત્યાર બાદ રાઇટ સાઇડ પર સૌથી ઉપર ત્રણ બિંદુઓ પર ક્લિક કરો.
– ત્યાં સૌથી નીચેના ઓપ્શન સેટિંગ પર જાઓ.
– ત્યાર પછી એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરવા પર પ્રાઇવેસી પર જાઓ.
– ત્યાં તમને લાસ્ટસીનનો ઓપ્શન જોવા મળશે. તેની પર ક્લિક કરીને પસંગ કરી શકો છો કે લાસ્ટ સીન કોને બતાવના માંગો છો અને કોને નહીં.

આઇફોન

– સૌથી પહેલા વોટ્સએપ ખોલો અને સેટિંગ્સ પર જાઓ.
– સેટિંગ્સમાં જઇને એકાઉન્ટ પર ક્લિક કરો. ત્યાં પ્રાઇવસી ઓપ્શન પર જાવ. પ્રાઇવસીમાં જઇને લાસ્ટ સીન ઓપ્શન મળશે.