Technology Indian ethical hacker found major flaw in Uber, got reward of millions
  • Home
  • Featured
  • ભારતીય હેકરે કર્યું મોટું કારનામુ, Uberમાં શોધી એવી ખામી કે થઇ ગયો લાખોપતિ

ભારતીય હેકરે કર્યું મોટું કારનામુ, Uberમાં શોધી એવી ખામી કે થઇ ગયો લાખોપતિ

 | 9:27 am IST

ભારતીય એથિકલ હેકર અને એપ સિક્યોરના ફાઉન્ડર આનંદ પ્રકાશે એક વખત ફરીથી Uberની મોટી ખામી બતાવી છે તેના માટે Uberએ તેને 6500 ડોલર (લગભગ 4.61 લાખ રૂપિયા)નુ ઇનામ આપ્યું છે આ પહેલા પણ તેણે Uber નો એવો બગ શોધ્યો હતો જેને ફાયદો ઉઠાવી કોઇપણ અનલિમિટેડ રાઇડ લઇ શકતું હતું.

આનંદ પ્રકાશે જણાવ્યું કે બગ Uberના ટોકનમાં હતો. જોકે કોઇપણ લોગ ઇન માટે એક ટોકન તૈયાર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે Uber એપમાં ઇમેઇલ આઇડી અને પાસવર્ડ ઉમેરીને લોગ ઇન કરે છે તો એક ટોકન તૈયાર થાય છે આ ટોકનમાં તમારા એકાઉન્ટની જાણકારી હોય છે.

આનંદ પ્રકાશે Uberની એક બીજી એપના સહારે કોઇપણ Uber યુઝરના ટોકનને હાંસલ કરી શકતા હતા. તેમણે કહ્યું કે તેના માટે યુઝરનો ફોન નંબર કે ઇમેઇલ આઇડીની જરૂરત હોય છે. આ બગ ખૂબ ગંભીર હતો પરંતુ Uberએ કહ્યું કે અત્યાર સુધી કોઇ હેકરે ખોટા ઇરાદાથી ઉપયોગ કર્યો નથી.

કુલ મળીને આ બગનો ફાયદો ઉઠાવીને કોઇ હેક તમારા Uber એકાફન્ટનું ફુલ એક્સેસ લઇ શકતો હતો, તમારી હિસ્ટ્રી જાણી શકતા હતા અને જો તમારા ઉબર વોલેટમાં પૈસા હતા તેને આરામથી ઉપયોગ પણ કરી શકતા હતા.

ઉબર એપ લોગ ઇન કરતા જ તમને એક્સેસ ટોકન મળે છે જેમા રાઇડ હિસ્ટ્રી હોય છે. ઉબર એપમાં કોઇ યુઝર આઇડીને નાખવાથી તેનું ટોકન લીક થઇ રહ્યુ હતુ. ઇમેઇલ આઇડી અને ફોન નંબરથી ટોકન હાંસલ કર શકતા હતા.

બગ શોધ્યા બાદ આનંદ પ્રકાશે Uber ને રિપોર્ટ કર્યો અને Uberએ તેને માન્યું. કંપનીએ કહ્યું કે બગ બાઉન્ટીમાં સામેલ થઇ પ્લેટફોર્મને પ્રોટેક્ટ કરનારાને શુભેચ્છા પાઠવે છે. કંપનીએ અત્યાર સુધી દુનિયાભરમાં 600 લોકો 2 મિલિયન ડોલર સુધીની બાઉન્ટી ઇનામ તરીકે આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગૂગલ અને ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓ બગ બાઉન્ટી પ્રોગ્રામ ચલાવે છે તે હેઠળ આ પ્લેટફોર્મ પર કોઇપણ ખામી શોધવા પર ઇનામ આપવામાં આવે છે. આમ કરી કંપનીઓ તેના પ્લેટફોર્મને મજબૂત બનાવે છે.

આ પણ જુઓ :જેતપુરમાં ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીનીની છેડતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન