Technology Jio May be launch 5G service 2020
  • Home
  • Featured
  • જીઓના ગ્રાહકો માટે વધુ એક ખુશખબર, જલદી જ લાવી શકે છે 5G

જીઓના ગ્રાહકો માટે વધુ એક ખુશખબર, જલદી જ લાવી શકે છે 5G

 | 6:21 pm IST

રિલાયન્સ જીઓ 4જી સર્વિસ અને આક્રમક પ્લાન લાવીને ઓછા સમયમાં દેશની મોટી ટેલીકોમ કંપની બની ગઇ છે. હવે તૈયાર 5જીની છે. રિપોર્ટ મુજબ કંપની 5જી સ્પેક્ટ્રમ મળવાના 6 મહીનાની અંદર ભારતમાં 5જી સર્વિસ લોન્ચ કરશે એટલેકે 2020 સુધી ગ્રાહકો સુધી 5જી સર્વિસ પહોંચી શકે છે.

ETના એક રિપોર્ટ મુજબ જીઓના એક અધિકારીએ કહ્યું કે જીઓની પાસે 5જી-રેડી LTE નેટવર્ક છે અને અમે સ્પેકટ્રમ મળવાના 5-6 મહિનાની અંદર આ ટેકનોલોજી આધારિત સર્વિસ લોન્ચ કરવામાં સક્ષમ છીએ. કંપની આક્રમક રીતે ઓપ્ટિક ફાઇબર લગાવી રહી છે. જે 5જી નેટવર્ક બેકબોન તરીકે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે 2019ના અંત સુધી સ્પેક્ટ્રમની નીલામી થશે. હાલમાં સરકારે ભારતમાં 5જી ટ્રાયલ માટે સિસ્કો, સેમસંગ, એરિક્સન અને નોકિયાની સાથે પાર્ટનરશિપ કરવાની વાત કહી છે. જ્યારે ચીની કંપનીઓ હુઆવે અને જીટીઇને તેનાથી બહાર રાખવામાં આવી છે.

ટેલિકોમ મિનિસ્ટર મનોજ સિન્હાએ કહ્યું, અમે ઉચ્ચ સ્તરીય 5જી કમિટી ગઠિક કરી છે, જે 5જીના દ્વષ્ટિકોણ, મિશન અને લક્ષ્યોને લઇને કામ કરશે. દુનિયામાં 2020માં જ્યારે 5જી ટેકનોલોદી લાગૂ થશે ત્યાર ભારત તેમની સાથે ખડા પગે હશે.

અધિકારીઓ અનુસાર સરકાર 5જીથી જોડાયેલી ગતિવિધિઓ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ નીકાળવા પર કામ કરી રહી છે. આ કાર્ય મુખ્ય રીતે રિસર્ચ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ થશે. 5જી ટેકનોલોજી હેઠળ સરકાર શહેરી વિસ્તારમાં 10,000 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ MBPS અને ગ્રામીણ વિસ્તારમાં 1000 MBPSની સ્પીડ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.