Technology Jio Phone-2's Flash Cell Launched From Today
  • Home
  • Technology
  • Jio Phone -2ની ફ્લેશ સેલ આજથી શરૂ, જાણો તેના ફિચર્સ

Jio Phone -2ની ફ્લેશ સેલ આજથી શરૂ, જાણો તેના ફિચર્સ

 | 1:16 pm IST

રિલાયન્સ જીઓના નવા Jio Phone 2 માટે આજે ફ્લેસ સેલ ચાલુ થઇ હતી. ફોનને કંપનીની વેબસાઇટ પર વેચાણ માટે પ્રથમ વખત ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. Reliance Jioએ જુલાઇમાં કંપનીની 41મી વાર્ષિક સામાન્ય બેઠકમાં જીઓ ફોન-2ના લોન્ચની સાથે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. જીઓ ફોન-2 ગત વર્ષે આવેલા જીઓ ફોનનું અપગ્રેટેડ વેરિયંટ છે. તો ચાલો જોઇએ જીઓ ફોન-2 અને ગત વર્ષે આવેલા જીઓ ફોનમાં શુ ફરક છે.

નવો જીઓ ફોન-2 બ્લેકબેરીના જુના ક્વોર્ટી ફોનની જેમ દેખાય છે. જેમા જીઓ ફોનના દરેક ફીચર્સ આપવામાં આવ્યા છે. જે જૂના જીઓફોનને આશરે 1500 રૂપિયાની સિક્યોરીટી ડિપોઝિટની સાથે ખરીદી શકાતા હતા. જ્યારે જીઓ ફોન-2ને 2,999 રૂપિયામાં ખરીદી શકાશે.

જીઓ ફોનના બન્ને વેરિયંટ 22 ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. આ બન્ને વોઇસ કમાન્ડ અને વોઇસ આસિસ્ટન્ટ બટનની સાથે આવે છે. બન્ને ડિવાઇસ ડ્યૂઅલ નેનો સિમ કાર્ડ સ્લોટ અને 2.4 ઇંચ ક્યૂવીજીએની સાથે ઉપલબ્ધ છે. નવા જીઓ ફોન ઘણા ફીચર્સ અલગ છે. જેમા બ્લેક બેરી ફોન્સની જેમ 4-વે નેવિગેશન બટન આપવામાં આવ્યા છે. ડિસ્પ્લે પહેલા કરતા મોટી છે અને હોરિજોન્ટલ વ્યૂ સપોર્ટ કરે છે.

બન્ને ફોનમાં 2000 એમએએચની બેટરી આપવામાં આવી છે. તેમજ 512 એમબી રેમ અને 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને એસડી કાર્ડ દ્વારા 128 જીબી વધારી શકાય છે. જીઓ ફોન-2માં વોઇસ કમાન્ડ માટે એક અલગથી બટન આપવામાં આવ્યું છે. જેનાથી ગૂગલ આસિસ્ટન્ટ તરત એક્ટિવ થઇ જાય છે. બન્ને ફોનમાં 2 મેગાપિક્સલ રિયર તેમદ વીજીએસ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.