Technology Most Visited websites facebook you tube
  • Home
  • Technology
  • Facebookને પાછળ રાખી આ બનશે સૌથી વધારે વિઝિટર વાળી વેબસાઇટ

Facebookને પાછળ રાખી આ બનશે સૌથી વધારે વિઝિટર વાળી વેબસાઇટ

 | 8:11 pm IST

 

ગત બે વર્ષ દરમિયાન ફેસબુકના વિઝિટર્સમાં ખૂબ ઘટાડો આવ્યો છે. તેનો સીધો ફાયદો વીડિયો બ્લોગિંગ સાઇટ યૂટ્યૂબને મળી શકે છે. એક નવા અભ્યાસ મુજબ જે રીતે ઝડપથી ફેસબુકના યુઝર્સ ઘટી રહ્યા છે. તે જ ઝડપથી યુટ્યૂબ બીજા નંબર પર જગ્યા બનાવવામાં સફળ થઇ શકે છે.

એક માર્કેટ રિસર્ચ પ્રમાણે ફેસબુક એપનો ટ્રાફિક વધી તો રહ્યો છે. પરંતુ તે તેને બીજા પાયદાન પર રાખવામાં સફળ થશે નહીં. અભ્યાસ મુજબ ગત બે વર્ષ દરમિયાન ફેસબુકના મહિનાના પેજ વિજિટ્સ 8.5 અરબથી ઘટીને 4.7 અરબ પર આવી ગયા છે. ગત કેટલાક વર્ષમાં અમેરિકામાં સૌથી વધારે ટ્રૈફિક હાંસલ કરનારી પાંચ વેબસાઇટ્સની યાદીમાં ગૂગલ, ફેસબુક, યૂટ્યૂબ, યાહુ અને અમેજોન છે.

યૂટ્યૂબ જે લોકોને વીડિયો અપલોડ કરી કમાણીનું સાધન છે. વીડિયોની વધતી ડિમાન્ડને લઇને યૂટ્યૂબના યૂઝર પણ વધી રહ્યા છે. આ રીતે તેના મહિનાના પેજ વિજિટ્સ ધીમે-ધીમે ફેસબુકથી વધારે થઇ રહ્યા છે.

જણાવી દઇએ કે યૂટ્યૂબ દરેક લોકોને ફ્રીમાં ચેનલ બનાવીને ઓરીજિનલ વીડિયો અપલોડ કરી કમાણીની તક આપે છે. કેટલાક યૂટ્યૂબર દર વર્ષે આ વીડિયો બ્લોગિંગ પ્લેટફોર્મથી કરોડો રૂપિયાની કમાણી કરે છે. જણાવી દઇએ કે યૂટ્યૂબ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટની જ એક કંપની છે.