Technology No more rickshaws, rent, Google brings one more feature
  • Home
  • Featured
  • રિક્ષા વાળા નહીં લઇ શકે વધારે ભાડું, ગૂગલ લાવ્યું વધુ એક સુવિધા

રિક્ષા વાળા નહીં લઇ શકે વધારે ભાડું, ગૂગલ લાવ્યું વધુ એક સુવિધા

 | 11:02 am IST

કેટલીક વખત એવું હોય છે કે આપણે ઓટોરિક્ષાની સુવિધા ફરવા માટે કરતા હોઇએ છીએ. પરંતુ આપણને રસ્તા અને ભાડા અંગે વધારે ખબર હોતી નથી. એવામાં કેટલીક વખત આ વાતનો ફાયદો ઓટો રિક્ષા વાળા ઉઠાવી લેતા હોય છે અને લાંબા રસ્તાને લઇને તે વધારે ભાડૂં વસૂલ કરી લેતા હોય છે અને મુસાફરોને છેતરી લે છે. એવામાં મુસાફરોના ખીસ્સા પર વધારે અસર પડે છે. પરંતુ હવે ગૂગલ દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે.

ગૂગલ મેપ દ્વારા રસ્તો શોધતા લોકો માટે ઘણું સહેલું થઇ ગયું છે. સાથે જ લોકો ગૂગલ મેપ દ્વારા કેટલીક અન્ય સુવિધાઓ પણ યુઝરને મળે છે. આ ક્રમમાં ટેક કંપની ગૂગલે એક નવી સુવિધાની ઘોષણા કરી છે. હવે ગૂગલ મેપ પર દિલ્હીમાં લોકો દ્વારા ઓટોરિક્ષાના રસ્તા અને અનુમાનિત ભાડું જોઇ શકાય છે.

ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું છે કે દિલ્હીના લાકો ગૂગલ મેપ પર વધુ એક સાર્વજનિક પરિવહન ઓટોરિક્ષાના રસ્તા જોઇ શકશે. આ પરિવહન વિકલ્પનો પસંદ કરવાની સાથે જ મુસાફર ન માત્ર રિક્ષાથી જોડાયેલો રસ્તો જોઇ શકશે પરંતુ સાથે કેટલું ભાડું થશે તે અંગે પણ ખબર પડી શકે છે.

સાથે જ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓટોરિક્ષાનું સંભવિત ભાડુ દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા શેર કરવામાં આવેલા અધિકારિક ભાડું પ્રણાલીને અનુરૂપ હશે. લોકોને આ સુવિધા એન્ડ્રોયડ ફોન પર મળી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન