Technology Now this app is available in India twitter lite
  • Home
  • Featured
  • ખરાબ નેટવર્કમાં પણ ચાલશે ઝડપથી, હવે ભારતમાં ઉપલબ્ધ છે આ એપ

ખરાબ નેટવર્કમાં પણ ચાલશે ઝડપથી, હવે ભારતમાં ઉપલબ્ધ છે આ એપ

 | 1:51 pm IST

માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે તેના ડેટા- ફ્રેન્ડલી ટ્વિટર લાઇટ એન્ડ્રોઇડ એપને 21 અન્ય દેશોમાં ઉપલબ્ધ કરાવી દીધું છે. તેમા ભારતનું નામ પણ સામેલ છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે.

ટ્વિટર લાઇટને 2જી અને 3જી નેટવર્કને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ દેશના કેટલાક વિસ્તારોમાં હાલ પણ કરવામાં આવે છે. ટ્વિટર લાઇટનું ઇંસ્ટોલેશન સાઇજ 3MB છે. આ ડેટા અને સ્પેસ બન્ને બચાવે છે અને કમજોર નેટવર્કમાં પણ ઝડપથી લોડ થઇ જાય છે.

ટ્વિટર ઇન્ડિયાની પબ્લિક પોલીસીની પ્રમુખે એક નિવેદનમાં કહ્યું, ટ્વિટર આપણા યુજર્સની અભિવ્યક્તિમાં મૂલ્ય જોડવા માટે તત્પર છે. જેનાથી તે તેના અનુભવો અને વિચારોને વધારે સાર્થક અને આકર્ષક રીતે શેર કરી શકે છે. ટ્વિટર લાઇટ ગૂગલ પ્લે સ્ટોર પર હવે 45થી વધારે દેશોમાં ઉપલબ્ધ છે.