Technology pain drive new feature Finger print
  • Home
  • Technology
  • હવે પેન ડ્રાઇવમાં પણ મળશે ફિંગર પ્રિન્ટ લોકની સુવિધા

હવે પેન ડ્રાઇવમાં પણ મળશે ફિંગર પ્રિન્ટ લોકની સુવિધા

 | 9:10 pm IST

આજના સમયમાં ખાસ કરીને લોકો ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્ફસર કરવા માટેલ USB પેન ડ્રાઇવનો ઉપયોગ કરે છે. જોકે ડેટા સાથે રાખવા માટે પેન ડ્રાઇવ્સ એક સારો ઓપ્શન કહેવામાં આવે છે. પરંતુ તે ક્યાંક પડી જવાની, ચોરી થવાની કે ખોવાઇ જવાથી સંવેદનશીલ જાણકારી ચોરી થવાનો ખતરો હંમેશા રહે છે. આ વાત પર ધ્યાન આપતા હવે એક એવી USB પેન ડ્રાઇવને બનાવવામાં આવ્યું છે. જેનાથી ડેટાને ચોરી કરી શકાશે નહીં એટલે કે બિલકુલ સિક્યોર સાબિત થશે.

યુરોપના સૌથી જૂના કસ્બોમાંથી એક ક્રોએશિયાના રહેનારા એક વ્યક્તિ જેક ફ્રી દ્વારા પહેલી ફિંગર પ્રિન્ટ લોક ફેસેલિટી વાળી USB પેન ડ્રાઇવને તૈયાર કરી છે. જેનાથી ડેટા કોપી કરવા માટે યૂજરને પહેલા તેની પર પોતાની ફિંગર સ્કેન કરવી પડશે. ત્યાર પછી જ તેમા રહેલા ડેટાને એક્સેસ કરી શકાશે. માનાવમાં આવી રહ્યું છે કે નવી ટેકનિકથી લેસ પેન ડ્રાઇવ થોડી મોંઘી જરૂર હશે. પરંતુ આ એવી ટેકનિક શોધી રહેલા લોકો માટે તે ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ નવી ટેકનિક પર આધારિત USB પેન ડ્રાઇવને કોમ્પ્યુટરથી કનેક્ટ કરવા પર તેમા સૌથી પહેલા કન્ટેંટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપન થશે જે એડમિનિસ્ટ્રેટર તરીકે એક યૂજરને સેટ કરવા તેમજ ફિંગરપ્રિન્ટે એડ કરવામાં મદદ કરશે એટલે યૂઝર સહેલાઇથી આ USB પેન ડ્રાઇવની પ્રાઇવસીને સેટ કરી શકાશે.

તેમા ડેટાને પબ્લિક તેમજ પ્રાઇવેટ સેક્ટર્સમાં સેવ કરી શકાશે. તેમાથી પબ્લિક સેક્ટરમાં સ્ટોર કરેલા ડેટાને કોઇપણ રીડ કરી શકશે પરંતુ પ્રાઇવેટ સેક્ટરમાં સેવ કરવામાં આવેલા ડેટાને ફક્ત એડમિનિસ્ટ્રેટર ફિંગરપ્રિન્ટ લગાવ્યા પછી રીડ કરી શકાશે. આશા કરવામાં આવી રહી છે કે 8GB, 16GB , 32GB અને 64GB સ્ટોરેજ વેરિએન્ટ્સમાં સપ્ટેમ્બર મહિના સુધી ઉપલબ્ધ કરી શકાશે.