Technology reliacne-jio-is-tops again -4g-download-speed-three-times-than-airtel
  • Home
  • Featured
  • 4G ડાઉનલોડમાં સૌથી આગળ છે જીયો, એરટેલને પણ આપી જોરદાર ટક્કર

4G ડાઉનલોડમાં સૌથી આગળ છે જીયો, એરટેલને પણ આપી જોરદાર ટક્કર

 | 11:11 am IST

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, રિલાયન્સ જિયો 20.9 mbps સ્પીડ સાથે 4 જી ડાઉનલોડ કરવાના મામલામાં ટોચ પર છે. તે જ સમયે, વોડાફોન 4 જી અપલોડની ગતિના સંદર્ભમાં પ્રથમ ક્રમે હતો. જો કે, છેલ્લી વખતની તુલનામાં રિલાયન્સ જિઓમાં ડાઉનલોડ ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે, તેમ છતાં તે ટોચ પર છે. કંપનીની નજીકની હરીફ એરટેલની તુલનામાં જિઓની ડાઉનલોડ સ્પીડ લગભગ અ અઢી ગણી હતી. આ આંકડા જાન્યુઆરી મહિનાના છે

ટ્રાઇ અનુસાર, ભારતી એરટેલ નેટવર્કની સરેરાશ 4 જી ડાઉનલોડ ગતિ 7.9 mbps, વોડાફોનની 7.6 mbps અને આઈડિયાની 6.5 mbps હતી. ટ્રાય રિયલ ટાઇમ બેસિસ પર માય સ્પીડ એપ્લીકેશન દ્વારા આખા દેશથી જે ડેટા કલેક્ટ કરે છે તેનાથી ડાઉનલોડ અને અપલોડની સરેરાશ સ્પીડ નીકાળે છે.

તેમ છતાં વોડાફોન અને આઈડિયા મર્જ થઈ ગયા છે, ટ્રાઇએ બંને કંપનીઓના નેટવર્કનું એકીકરણ ચાલુ હોવાને કારણે આ બંનેના આંકડાઓ અલગથી માપ્યા હતા. વોડાફોન અપલોડની ગતિમાં ટોચ પર છે. તે બાદ આઇડિયા, રિલાયન્સ જીઓ અને એરટેલ રહ્યા. ડાઉનલોડ સ્પીડ જેટલી સારી હોય છે આપણે કન્ટેન્ટ એટલા સારી રીતે એક્સેસ કરી શકીએ છીએ. જ્યારે અપલોડ સ્પીડ ઇમેઇલ, ફોટો, વીડિયો અને બીજા કન્ટેન્ટથી શેર કરવામાં મદદ કરે છે.

આ પણ જુઓ : બનાસકાંઠાના ડીસામાં નકલી બિયારણને લઈ મારામારી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન