technology reliance-jio-offering-double-data-benefits-with-these-plan
  • Home
  • Featured
  • રિલાયન્સ Jio: કૉમ્બો અને એડ-ઓન પેકનો કમાલ, ડેટાની ટેન્શન હવે થઇ જશે ઓછું

રિલાયન્સ Jio: કૉમ્બો અને એડ-ઓન પેકનો કમાલ, ડેટાની ટેન્શન હવે થઇ જશે ઓછું

 | 2:57 pm IST

1 એપ્રિલે 2 જીબી ફ્રી એડિશનલ ડેટા ઓફર બંધ કરી દીધી છે. જીઓ ડેટા પેક હેઠળ આપવામાં આવી રહેલી આ ઓફરને યૂજર્સે ખૂબ પસંદ કરી હતી અને હવે તેણે આવી ઓફરની તપાસ છે. જીઓની પાસે આ સમયે ત્રણ એવા પ્લાન્સ છે જેમા રોજ બે જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. 249 રૂપિયાની શરૂઆત કિંમતની સાથે આવનાર આ પ્લાન્સની ખાસ વાત એ છે કે તેણે તમે 4જી ડેટા એડ ઓન પેકની સાથે ક્લબ કરી શકે છે. તેની સાથે જ તેમા તમને ડબલ ડેટા અને કોલિંગનો ફાયદો મળશે.

રિલાયન્સ જિયો તેના યુઝર્સને દરરોજ 2 જીબી ડેટા સાથે ત્રણ યોજનાઓ આપી રહી છે. 249 રૂપિયા વાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે કુલ 56 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં જીઓ નંબર્સ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. ડેલી 100 ફ્રી એસએમએસ ઓફર કરનાર વાળા આ પ્લનામાં બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે તમને 1000 મિનિટ મળે છે. પ્લાનમાં જીઓ નંબર્સ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. ડેલી 100 ફ્રી એસએમએસ ઓફર કરનારા આ પ્લાનમાં બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે તમને 1000 મિનિટ્સ મળે છે. પ્લાનમાં વધુ એક સ્કિમ છે. જેમા જીઓ એપ્સની ફ્રી સબ્સક્રિપ્સન પણ મળે છે.

તે સિવાય કંપની 444 રૂપિયા અને 599 રૂપિયા વાળા પેક પણ ઓફર કરે છે. 444 રૂપિયા વાળા પેકમાં 56 દિવસની વેલિડિટીની સાથે રોજ 2જીબીના હિસાબથી કુલ 112 જીબી ડેટા મળે છે. પ્લાનમાં જીઓ નેટવર્ક્સ માટે ફ્રી કોલિંગ અને નોન જીઓ નંબર્સ પર કોલ કરવા માટે 2000 મિનિટ્સ મળે છે.

આ રીતે 599 રૂપિયા વાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટીની સાથે રોજ બેજીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. બાકી પ્લાન્સની જેમ તેમા પણ જીઓ નેટવર્ક્સ માટે અનલિમિટેડ કોલિંગ મળે છે. જ્યારે બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ પણ આપવામાં આવી રહી છે.
કોરોના વાયરસ લોકડાઉનના કારણ યૂજર્સ આજકાલ ઘરેથી ઓફિસનું કામ કરવું પડી રહ્યું છે એવામાં ડેટાની ખપત પણ વધી ગદઇ છે.જેને જોતા કંપની તેના 4જી ડેટા વાઉચર્સ પર ડબલ ડેટા ફાયદો આપી રહી છે.

11 રૂપિયા વાળા ડેટા એડ ઓન પેકની વાત કરીએ તો તેમા તમને 75 મિનિટ નોન-જીઓ કોલિંગ મિનિટ્સની સાથે 800 એમબી ડેટા આપવામાં આવી રહ્યો છે. જ્યારે 21 રૂપિયા 4જી ડેટા વાઉચરમાં તમને 200 મિનિટ નોન જીઓ કોલિંગ અને બે જીબી ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.

આ પણ જુઓ : ભાવનગરમાં કોરોનાના વધતા કહેરથી તંત્ર સતર્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન