Technology Samsung note 9 launch new features and price
  • Home
  • Technology
  • Samsungએ લોન્ચ કર્યો Galaxy Note 9, જાણો તેના ફીચર્સ અને કિંમત

Samsungએ લોન્ચ કર્યો Galaxy Note 9, જાણો તેના ફીચર્સ અને કિંમત

 | 1:02 pm IST

સેમસંગને પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 9 લોન્ચ કરી દીધો છે. સેમસંગ ગેલેક્સી નોટ 9ને અનપેક્ડ ઈવેન્ટમાં લોન્ચ કરાયો. નવું ફેબલેટ પાછલા વર્ષે આવેલા સેમસંગ ગેલેક્સી નોટ 8નું અપગ્રેડ વર્ઝન છે. આ વખતે કંપનીએ તેની સ્ટાઇલ પર વધારે ધ્યાન આપ્યું છે. નવા ગેલેક્સી નોટ 9 પહેલાથી વધારે સારા સ્ટાઈલિશ S પેન સાથે આવે છે. ફોનના ટોપ-એન્ડ મોડલમાં 512જીબીની ઈનબિલ્ટ સ્ટોરેજ છે અને 512જીબી સુધી સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાયછે. એટલે કે યુઝર પાસે કુલ 1 ટીબી સ્ટોરેજનો વિકલ્પ હશે. અમેરિકામાં ફોનમાં સ્નેપડ્રેગન 845 પોસેસર સાથે લોન્ચ કરાયો છે. જ્યારે ભારતમાં ફોન સેમસંગના એક્સીનોસ 9810 પ્રોસેસર સાથે આવે છે.

નવા સેમસંગ ગેલેક્સી નોટ 9 ફેબલેટમાં 6.4 ઈંચની ક્વો એચડી અને સુપર એમોલેડ ડિસ્પલે છે. આ હેંડસેટમાં 2.7 ગીગા હર્ટ્ઝ ઓક્ટા-કોર એક્સીનોસ 9810 પ્રોસેસર આપેલું છે. આ ફેબલેટમાં 6જીબી રેમ અને 128જીબી ઈનબિલ્ટ સ્ટોરેજ આપેલું છે. આ ઉપરાંત 8જીબી રેમ અને 512જીબી ઈનબિલ્ટ સ્ટોરેજનું ઓપ્શન મળશે. બંને વેરિયન્ટ્સની સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય છે. ગેલેક્સી નોટ 9 એન્ડ્રોઈડ 8.1 ઓરિયો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે.

ગેલેક્સી નોટ 9 સ્માર્ટફોન, કોપર, પર્પલ અને બ્લ્યૂ કલર વેરિયન્ટમાં રજૂ કરાયો છે. ફોનમાં 128જીબી વેરિયન્ટની કિંમત 999.99 ડોલર (લગભગ 68,700 રૂપિયા) અને 512જીબી વેરિયન્ટની કિંમત 1249.99 ડોલર (85,900 રૂપિયા) રાખવામાં આવી છે. ફોન માટે અમેરિકામાં પ્રી-ઓડર્સ 10 ઓગસ્ટ શુક્રવારથી શરૂ થશે. તો હેંડસેટને 24 જુલાઈએ પહેલીવાર વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે.

કેમેરાની વાત કરીએ તો ગેલેક્સી નોટ 9માં 12 મેગાપિક્સલના બે રિયર સેન્સર છે જે ઓટોફોકસ અને ડ્યૂઅલ પિક્સલ OIS સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે સેમસંગના આ ફોનમાં અપાર્ચર f/1.7 સાથે 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળશે.

S પેનમાં દિલચસ્પ ફીચર પણ છે. જેના દ્વારાતમે તેમા આપવામાં આવેલા બટનને ક્લિક કરીને ફોનથી ફોટો ક્લિક કરી શકો છો. આ વખતે આ પેનને ચાર્જ કરવાની પણ જરૂરત પડશે નહીં. જેવી તમે આ પેનને ફોનમાં નાખશો એવી તરત આ પેન ચાર્જ થવ લાગશે.