Technology Smartphones can also charge a laptop from closed laptops, at one click
  • Home
  • Featured
  • બંધ લેપટોપથી પણ સ્માર્ટફોન કરી શકો છો ચાર્જ, જાણો એક ક્લિક પર

બંધ લેપટોપથી પણ સ્માર્ટફોન કરી શકો છો ચાર્જ, જાણો એક ક્લિક પર

 | 4:40 pm IST

શુ તમે જાણો છો કે તમે બંધ કોમ્પ્યુટર કે લેપટોપથી ફણ મોબાઇલ ચાર્જ કરી શકો છો?તમારામાંથી કેટલાક લોકો આ અંગે નથી જાણતા. કેટલીક વખત ફોનની બેટરી ખતમ થઇ જાય છે. પરંતુ લેપટોપમાં ચાર્જ હોય છે. પરંતુ લેપટોપ કામ વગર ઓન રાખવાનું કોઇ મતલબ નથી. તો ચાલો આજે તમને જણાવી દઇએ કે બંધ લેપટોપથી મોબાઇલ કેવી રીતે ચાર્જ કરી શકાય.

– તમારા કોમ્પ્યુટર કે લેપટોપના ‘My Comuter’માં જાઓ. હવે ફાઇલ મેનેજરમાં જાઓ. હવે ડાબી તરફ સૌથી ઉપર દેખાઇ રહેલી ટિક કે ‘Properties’ પર ક્લિક કરો.
– હવે કંટ્રોલ સામે ખોલેલી વિન્ડોમાં ‘Device Manager’ પર ક્લિક કરો.
– ડિવાઇસ મેનેજર પર ક્લિક કરવા પર તમારી સામે એક ડિવાઇઝ મેનેજર વાળી વિન્ડો ખુલશે. તેમા બહું બધા ઓપ્શન જોવા મળશે. તેમા દેખાઇ રહેલા ‘Universal Serial Bus Controllers’ પર ક્લિક કરો.
– હવે સામે એક નવી વિન્ડો ખુલશે જેમા ‘USB Root Hub’ની Properties વાળું એક બોક્સ ખુલશે. તેમા તમને સૌથી અંતમાં દેખાઇ રહેલા ‘Power Management’ પર ક્લિક કરો.
– ત્યાર પછી ‘Allow The Computer To Turn Off This Device To Save The Power’ના વિકલ્પ પર પહેલાથી Tick લાગેલું હશે જેને હટાવી દો અને Ok પર ક્લિક કરો. હવે તમે લેપટોપ કે કોમ્પ્યુટર બંધ થવા પર પણ સહેલાઇથી મોબાઇલ યુએસબી કેબલ દ્વારા મોબાઇલ ચાર્જ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન