Technology Talking with whom your girlfriend is with Whatsapp
  • Home
  • Featured
  • શું તમારી ગર્લફ્રેન્ડ કે મિત્ર વોટ્સએપમાં કોની સાથે કરે છે વાતો, જાણો 1 ક્લિક પર

શું તમારી ગર્લફ્રેન્ડ કે મિત્ર વોટ્સએપમાં કોની સાથે કરે છે વાતો, જાણો 1 ક્લિક પર

 | 5:26 pm IST

વોટ્સએપ આખી દુનિયામાં સૌથી વધારે ઉપયોગ થનારી મેસેજિંગ એપ છે. જેને એક કરોડથી પણ વધારે લોકો તેમની રોજ બરોજની લાઇફમાં ઉપયોગ કરે છે. નોર્મલ વાતચીત હોય છે મીડિયા શેર કરવું હોય, પ્રોફેનલ ગ્રુપથી કનેક્ટ રહેવા કે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ શેર કરવા હોય. આપણે વોટ્સએપને એ રીતે ઉપયોગ કરીએ છીએ જે પહેલા કોઇએ પણ વિચાર્યું પણ નહીં હોય.

વોટ્સએપ લોકોથી કનેક્ટ થવાનો સૌથી પોપ્યુલર મીડિયમ બની ચૂક્યું છે. આપણે આપણા વોટ્સએપમાં ઘણી એવી પર્સનલથી લઇને ગ્રુપમાં પણ ચેટિંગ કરતા રહીએ છીએ, પરંતુ શુ તમે ક્યારેય વિચાર્યું છે કે એવું કોણ છે જેનાથી આપણે સૌથી વધારે ચેટ કરીએ છીએ કે મીડિયા ફાઇલ શેર કરીએ છીએ. તે સિવાય તે કયું ગ્રુપ છે જેમા આપણે સૌથી વધારે ઇન્વોલ્વ રહીએ છીએ. આવો જોઇએ કે કેવી રીતે આપણે જાણી શકીએ કે સૌથી વધારે આપણે કોની જોડે વધારે વાત કરીએ છીએ.

– તમારા ફોનમાં વોટ્સએપ એપ ખોલો

– વોટ્સએપ ખોલવા પર ડિસપ્લેની સૌથી ઉપર ત્રણ ડોટ નજરે પડશે.

– હવે સેટિંગમાં જાઓ, જો તમારો આઇફોન ઉપયોગ કરી રહ્યા છો તો હોમ પેજની નીચેની તરફ સેટિંગનું ઓપ્શન પર ડબલ ટેપ કરી સીધું સેટિંગમાં પહોંચી શકો છો.

– અંહી ડેટા અને સ્ટોરેજ યુસના ઓપ્શન પર જાઓ.

– હવે સ્ટોરેજ યુજ પર ટેપ કરો

હવે તમને ગ્રુપ્સ અને કોન્ટેક્ટ્સનું લિસ્ટ જોવા મળશે. જે ચેટ પર ડેટા યુઝસના આધાર પર રેકિંગમાં રહેશે. અંહી તમે જોઇ શકો છો કે તમારા કયા ગ્રુપ કે ઇન્ડિવિઝ્યુઅલની સાથે સૌથી વધારે મીડિયા શેર કરવામાં આવે છે કે મેસેજ કર્યો છે.

તેનો વધુ એક ફાયદો એ પણ છે કે તેનાથી તમને ખબર પડી શકશે કે કયુ વોટ્સએપ ગ્રુપ મતલબ વગરનો ડેટા ઉપયોગ કરી રહ્યું છે. બિનજરૂરી ફાઇલથી બચવા માટે તમે સેટિંગમાં જઇને ઓટોમેટિક ડાઉનલોડને ટર્ન ઓફ કરી શકો છો.