Technology these 3 new plane Vodafone will hit Reliance Jio
  • Home
  • Featured
  • Reliance Jioને ટક્કર આપશે Vodafoneના આ 3 નવા પ્રી-પેઇડ પ્લાન

Reliance Jioને ટક્કર આપશે Vodafoneના આ 3 નવા પ્રી-પેઇડ પ્લાન

 | 6:08 pm IST

રિલાયન્સ જીઓને ટક્કર આપવા માટે વોડાફેને ત્રણ નવા પ્રીપેઇડ પ્લાન લોન્ચ કર્યા છે. જેમા યુઝર્સને રોજ ઉપયોગ કરવા માટે 1.5 જીબી ડેટા આપવામાં આવશે. આ સુવિધા 90 દિવસ માટે હશે વોડાફોનના પહેલેથી જ ત્રણ રિચાર્જના પ્લાન છે પરંતુ હવે વોડાફોનના 3 નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે. જેમા યુઝર્સને રોજ 1.5 જીબી ડેટા મળશે.

આ છે પ્લાનની સુવિધા
– 209 રૂપિયાના રીચાર્જ પેકની વેલીડિટી 28 દિવસની છે અને તેમા રોજ ઉપયોગ કરવા માટે 1.5 જીબી ડેટા મળશે.
– 479 રૂપિયા વાળા વોડાફોન રિચાર્જ પેકની વેલીડિચી 84 દિવસની છે. જેમા 529 રૂપિયા વાળા પ્લાનની વેલીડિટી 90 દિવસની છે. આ બન્ને પ્લાન્સમાં પણ રોજ ઉપયોગ માટે 1.5 જીબી ડેટા મળશે.
– જો વોડાફોનના પ્રી-પેઇડ સબ્સક્રાઇબર્સ 84 દિવસ સુધી રોજ 1.5 જીબીનો ફાયદો ઉઠાવવા માંગે છે તો તે 479 રૂપિયાનો પ્લાન લઇને આ સુવિધાનો ફાયદો ઉઠાવી શકે છે.

વોડાફોનના આ ત્રણ રિચાર્જ પેક્સમાં અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સની સુવિધા સિવાય રોજ 100 એસએમએસની સુવિધા છે. જ્યારે અનલિમિટેડ વોઇસ કોલની સુવિધા ફક્ત 100 અલગ-અલગ નંબરો સુધી સીમિત છે. તે સિવાય અનલિમિટેડ કોલ્સની એક લિમિટ છે. યુઝર્સ રોજ સૌથી વધારે 250 મિનિટના ફ્રી કોલ કરી શકશે. જ્યારે અઠવાડિયામાં આ સમય સીમા 1000 મિનિટની હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન