Technology This big change will happen in WhatsApp chat backups
  • Home
  • Technology
  • WhatsApp ચેટ બેકઅપમાં થશે આ મોટો ફેરફાર, અરબો યુઝર્સને ફાયદો

WhatsApp ચેટ બેકઅપમાં થશે આ મોટો ફેરફાર, અરબો યુઝર્સને ફાયદો

 | 3:59 pm IST

વોટ્સએપ ચેટ્સનો બેકઅપ લેવો કેટલીક વખત તમારા માટે ખૂબ જરૂરી હોય છે. જેના માટે તમારે અત્યાર સુધી ગૂગલ ડ્રાઇવનો સહારો લેવો પડતો હતો. પરંતુ હવે ગૂગલ ડ્રાઇવની સ્ટોરેજ વોટ્સએપ ચેટ્સ બેકએપ માટે કોઇ મહેનત નહી કરવી પડે.

વોટ્સએપ પેરેંટ કંપની ફેસબુકે ગુગલની સાથે એક ડીલ કરી છે. જે હેઠળ યુજર્સ વોટ્સએપ બેકઅપ તેમના પર્સનલ એકાઉન્ટમાં રહેતા ફ્રી લઇ શકે છે. વોટ્સએપ અમે ગૂગલના એગ્રીમેન્ટ મુજબ 12 નવેમ્બરથી વોટ્સએપની બેકઅપ ગૂગલ ક્લાઉડ સ્ટોરેજની સ્પેસ નહી લે.

હવે વોટ્સએપ મીડિયા, ટેક્સ્ટ અને મેમો સહિત દરેક પ્રકારના વોટ્સએપ બેકઅપ એન્ડ્રોયડના ગૂગલ એકાઉન્ટ પર ઓટોમેટિક બેકઅપ થશે. વોટ્સએપનું આ પગલું કપંનીના એક અરબથી વધારે યુજર્સ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

વોટ્સએપ નવેમ્બરમાં અપડેટની સાથે તે દરેક વોટ્સએપ બેકઅપ ડિલીટ કરી દેવામાં આવશે. જેને આખા વર્ષ દરમિયાન અપડેટ કરવામાં આવ્યું નથી. કંપનીના યુજર્સને બેકઅપ લેતા સમયે ફોનને વાઇફાઇથી કનેક્ટ કરવાની સલાહ આપી છે. કારણકે બેકઅપ ફાઇલ્સ સાઇજમાં અલગ હોય છે અને ડેટા વપરાય છે. જેનાથી વધારાના ડેટા માટે પૈસા લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપ ચેટ બેકઅપ સિસ્ટમ બીજા ચેટિંગ એપથી અલગ હોય છે. કારણકે વોટ્સએપના ચેટ્સ અને મીડિયા કોઇ ડેટિકેટેડ સર્વિસમાં સ્ટોર થવાની જગ્યાએ ફોનમાં જ સ્ટોર થાય છે. જેથી ફોન બદલતા સમયે વોટ્સએપ બેકઅપ લેવો જરૂરી હોય છે.