Technology This special feature will be included in Instagram
  • Home
  • Featured
  • જલદી જ Instagramમાં સામેલ થશે આ ખાસ ફીચર, જાણવા કરો ક્લિક

જલદી જ Instagramમાં સામેલ થશે આ ખાસ ફીચર, જાણવા કરો ક્લિક

 | 3:35 pm IST

લોકપ્રિય ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સને સારી સુવિધા પ્રદાન કરવાના ઉદ્દેશથી નવા-નવા ફીચર્સને સામેલ કરતી રહે છે. જેને યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. જાણકારી મુજબ કંપની એક નવા ફીચરની ટેસ્ટિંગ કરી રહી છે. જે કોલેજના વિદ્યાર્થીઓને તેમના કોલેજ સમુદાયની સાથે અને બેચમેટ્સને શોધવા અને તે લોકોથી જોડાવવામાં મદદ કરશે.

તેની સાથે જ ફેસબુકના સ્વામિત્વ વાળા પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવેલી સૂચના, તેમના દ્વારા તેમની વિશ્વવિદ્યાલય અંગે સાર્વજનિક રીતે શેર કરવામાં આવેલી જાણકારીઓ, જે એકાઉન્ટસને તે ફોલો કરે છે. તથા તેમના દ્વારા પ્રયોગ કરવામાં આવેલ અન્ય કનેક્શનોના આધાર પર પુષ્ટિ કરશે.

તમને જણાવી દઇએ કે હાલમાં ઇન્સ્ટાગ્રામે કેટલાક નવા ફીચર્સ જારી કર્યા છે. જેમા ઇંસ્ટાગ્રામ ટીવી, વીડિયો ચેટ વિકલ્પ, ફિલ્ટર્સ સામેલ છે. કંપનીના એક અરબથી વધારે સક્રિય માસિક યુઝર્સ છે. એવામાં જોવાનું રહેશે કે આ નવા ફીચરને રોલઆઉટ પછી કેવો રિસ્પોન્સ મળે છે.