Technology Vodafone launch 2 new plans offers
  • Home
  • Technology
  • Vodafoneએ લોન્ચ કર્યા બે નવા રિચાર્જ પેક, જાણો તેની બેસ્ટ ઓફર

Vodafoneએ લોન્ચ કર્યા બે નવા રિચાર્જ પેક, જાણો તેની બેસ્ટ ઓફર

 | 5:46 pm IST

ટેલિકોમ કંપનીઓ સતત નવા પ્લાન લોન્ચ કરી રહી છે. હાલમાં બીએસએનએલ અને એરટેલે તેમના ન વા રિચાર્જ પેક્સ લોન્ચ કર્યા હતા અને હવે વોડાફોને તેના પ્રી-પેઇડ ગ્રાહકો માટે વધુ એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. વોડાફોનના નવા પ્લાનને Jioના 509 રૂપિયા વાળા અને 799 રૂપિયા વાળા પેક્સથી પડકાર મળશે.

વોડાફોનના 549 રૂપિયા અને 799 રૂપિયા વાળા બે નવા પેક રજૂ કર્યા છે. આ પેકમાં યુઝરને વધારે પ્રમાણમાં ડેટા આપવામાં આવી રહ્યો છે. 549 રૂપિયા વાળા આ પેકમાં ગ્રાહકોને 3.5 જીબી ડેટા રોજ મળશે. તેની સાથે જ આ પેકમાં વોડાફોન સબ્સક્રાઇબર્સને અનલિમિટેડ કોલ, 100 એસએમએસ રોજ મળે છે. પેકની મર્યાદા વેલિડિટી 28 દિવસની છે.

જ્યારે 799 રૂપિયા વાળા આ પેકમાં વોડાફોન યુઝર્સને 4.5 જીબી ડેટા રોજ મળે છે. આ પેકની વેલિડિટી પણ 28 દિવસ છે. યુઝર્સને આ પેકમાં અનલિમિટેડ અને 100 એસએમએસ પણ રોજ મળે છે. તે સિવાય વોડફોનના આ બે નવા પેકમાં લાઇવ ટીવી, મૂવી અને વિડિયો કોન્ટેટની પણ સુવિધા વોડાફોન પ્લે એપમાં ફ્રી મળે છે.

નવા પ્લાન્સની સાથે, વોડાફોનનો હેતુ રિલાયન્સ જીઓના 4 જીબી અને 5 જીબી ડેટા વાળા પ્લાન્સને ટક્કર આપવાનો છે. જીઓના 509 રૂપિયા અને 799 રૂપિયા વાળા પ્લાન્સને વોડાફોનના નવા પેક્સથી પડકાર મળી શકે છે. બન્ને જીઓ પ્લાન્સની વેલિડિટી 28 દિવસ છે અને તેમા અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલિંગની સુવિધા અને 100 એસએમએસ રોજ મળે છે.