Technology WhatsApp Top Upcoming Features And Updates
  • Home
  • Featured
  • ફોટો એડિટિંગથી મેસેજ રિએક્શન સુધી, WhatsAppમાં આવી રહ્યા છે શાનદાર ફીચર્સ

ફોટો એડિટિંગથી મેસેજ રિએક્શન સુધી, WhatsAppમાં આવી રહ્યા છે શાનદાર ફીચર્સ

 | 11:52 am IST
  • Share

  • WhatsAppમાં ચેટિંગને સરળ બનાવવા માટે નવી અપડેટ્સ

  • એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ, સ્ટોરીઝ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ

  • Android યુઝર્સ માટે આવશે પેમેન્ટ શોર્ટકટ

Facebookની મેસેજિંગ સર્વિસ WhatsAppમાં ચેટિંગને સરળ બનાવવા માટે નવી અપડેટ્સ આવતી હોય છે અને સારી વાત એ છે કે આ ફ્રીમાં જ ઉપલબ્ધ છે. WhatsAppમાં ઘણી નવી અપડેટ્સ છે, જેનાથી WhatsAppને વાપરવું વધુ સારું બન્યું છે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ ચેટ, સ્ટોરીઝ ફીચર, વીડિયો તેમજ ઓડિયો કોલ અને મીડિયા શેરિંગ જેવા ફીચર્સ તો WhatsAppમાં ઉપલબ્ધ છે જ, ત્યારે જાણીએ WhatsAppના નવા ફીચર્સ વિશે જાણી લો કે જે WhatsAppને વધુ સારું બનાવે છે –

મેસેજ રિઍક્શન

iMessage અને Facebook Messenger પર મેસેજ રિઍક્શન એક સારું ફીચર છે, જે જલ્દી જ WhatsApp પર પણ આવવાનું છે. એટલે તમે કોઈ મેસેજ પર પોતાનું રિઍક્શન આપવા માંગતા હોવ તો ઇમોજી સાથે પણ રિઍક્ટ કરી શકશો. આ ફીચર ગ્રુપ ચેટ પર પણ ઉપલબ્ધ થશે, જેનાથી કોમ્યુનિકેશન ઘણું સરળ બની જશે.

ચેટ બબલ

WhatsApp પર મોટાભાગનો સમય ચેટ વિન્ડો પર વીતે છે, અને હવે આ અનુભવ વધુ સારો થશે. તમારા ટેક્સ્ટની આસપાસ ગ્રીન બબલ એક નવી અપડેટ દ્વારા વધુ આકર્ષક બનાવવા માટે ફરીથી ડિઝાઇન કરવામાં આવશે.

WhatsApp કોન્ટેક્ટ કાર્ડ

એન્ડ્રોઇડ પર WhatsApp હાલમાં ફોટો બતાવે છે પણ એને બદલે વધુ સારી રીતે ડિઝાઇન કરેલું કાર્ડ બતાવશે. નવું ડિઝાઈન કરેલા કાર્ડમાં ડાયરેક્ટ કોલ, ટેક્સ્ટ અને વીડિયો કોલના ઓપ્શન હશે. ગ્રુપ કોન્ટેક્ટ કાર્ડ માત્ર એક ટેક્સ્ટ મોકલવાનો ઑપ્શન આપશે.

ફોટો એડિટિંગ ટૂલ

WhatsApp તેની સ્ટોરી પર જે આપે છે તેના જેવા જ ફોટો એડિટર ટૂલ પર કામ કરી રહ્યું છે. ફોટો પર સ્ટીકરો લગાવવાની સાથે, યુઝર્સ તેને પોતાની રીતે ક્રૉપ કરી શકશે. ફોટો પર ટેક્સ્ટ અને ઇમોજી પણ લગાવી શકાશે.

WhatsApp પેમેન્ટ શોર્ટકટ

WhatsApp સીધા ચેટ બોક્સમાંથી UPI આધારિત પેમેન્ટ સિસ્ટમમાં શોર્ટકટ ઉમેરવાનું કામ કરી રહ્યું છે. iOS યુઝર્સ માટે WhatsAppનું આ ફીચર પહેલાથી જ છે પરંતુ Android યુઝર્સ માટે તે એક નવું ઑપ્શન હશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો