technology When did you have a physical Intimacy and when were you in periods?
  • Home
  • Featured
  • તમે ક્યારે શારીરિક સંબંધ બાંધ્યો અને ક્યારે પીરિયડ્સમાં છો? આખરે આ રીતે ફેસબુક રાખે છે ધ્યાન

તમે ક્યારે શારીરિક સંબંધ બાંધ્યો અને ક્યારે પીરિયડ્સમાં છો? આખરે આ રીતે ફેસબુક રાખે છે ધ્યાન

 | 3:42 pm IST

ગત મહિનાની 5 તારીખે તમે પીરિયડ્સમાં હતા આ મહિનાની 13 તારીખ થઇ ગઇ, હજી સુધી નથી થયા, શુ ક્યાંક તમે પ્રેગનેન્ટ તો નથી. તમારી લાસ્ટ પીરિયડ ગત મહિનાની 16 તારીખે થયા હતા. પીરિયડ ડેટ મુજબ આ ઓવ્યુલેશન ટાઇમ ચાલી રહ્યો છે. પીરિયડ ટ્રેકરનો એલાર્મ તો કાલે રાતથી બે વખત આગાહ કરી ચૂક્યું છે. તમે વિચારી રહ્યા હશો કે પીરિયડ્સની તારીખ કેમ લખવી, આ એક ખાનગી પ્રકારની વાત છે. જે માત્ર તમે જાણો છો. તે વધારેમાં વધારે તમારા પાર્ટનરને ખબર હોય. તે પછી બીજાને કેવી રીતે ખબર પડે.

જેનાથી તમે આ જાણકારી શેર કરી હતી. જેની પર તમે વિશ્વાસ મૂક્યો હતો. પરંતુ આ વાત અન્યને કેવી રીતે ખબર પડી. આખરે પીરિયડ્સ ક્યારે, કેવી રીતે આવે ક્યારે સેક્સ કર્યું, શુ તમે પ્રેગનેન્ટ તો નથી. પરંતુ ખરેખર તમારો વિશ્વાસ પાત્ર મિત્ર છે જેને તમે તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કર્યું છે પીરિયડ ટ્રેકર એપ અને આ દરકે જાણકારી ફેસબુકને આપી દીધી છે.

એક એપ, જેને તમે એક દિવસ તમારી સુવિધા માટે ફોનમાં ઇન્સ્ટોલ કરી હતી. પોતે પીરિયડની તારીખ યાદ નથી રહેતી તો વિચાર્યું કે એપ દરેક યાદ રાખશે અને યાદ અપાવશે. પરંતુ તે તમારી દરેક પ્રાઇવેટ વાત ફેસબુકને કહી રહ્યું છે એક ફીડમાં છપાયેલા એક રિપોર્ટ પરથી આ જાણકારી મળી છે.

યુકેના એક અભ્યાસ પ્રમાણે નો બોડી બિઝનેસ બટ માઇન: હાઉ મેન્સ્ટ્રુએશન એપ્સ આર શેયરિંગ યોર ડેટા નામથી પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે બે મેન્સ્ટ્રુએશન એપ માયા અને એમઆઇએએ લાખો મહિલાઓના શરીર અને પીરિયડ સાયકલથી જોડાયેલા ખાનગી ડેટા ફેસબુકને વેંચી દીધા છે. જેથી એડવર્ટાંઇજિંગ કંપનીઓ આ ડેટાની મદદથી મહિલાઓને ટાર્ગેટ કરી શકે.

ડેટાના બજાર અને વેપાર તેનાથી વધારે મોટું છે. જેટલું આપણે મોબાઇલ અને કોમ્પ્યુટરની નાની દુનિયા અંગે વિચારી રહ્યા છો. ડેટા આ દુનિયાનું સૌથી મોંઘું પ્રોડક્ટ છે જેની પાસે ડેટા છે. તે સૌથી વધારે અમીર છે. દુનિયાની મોટી કંપનીઓ અરબો ડોલર આ ડેટાને એકઠા અને સુરક્ષિત રાખવા માટે ખર્ચ કરી રહી છે.

આમ તો અમને પણ એવુ લાગે છે કે ખરબો લોકોની આ દુનિયામાં એક સામાન્ય વ્યક્તિની જીંદગીથી જોડાયેલી વાતોનું શુ મહત્વ છે. કોઇ જાણી પણ જાય અમારા પીરિયડ, મેન્સ્ટ્રુએશન, ઓવ્યુલેશન અને સેક્સની તારીખો શુ ફરક પડે છે. પરંતુ સત્ય તો એ છે કે વાત એટલી સીધી છે પણ નહીં.

આ સમજવા માટે એક ફિલ્મ જોવી જોઇએ, આ વર્ષે જુલામાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી કેરિમ એમરીની ડોક્યુમેન્ટ્રી ધ ગ્રેટ હેક, આમ તો આ ફિલ્મ અમેરિકન ડેટા એનાલિસીસ કંપની ક્રૈંબિજ એનાલિટિકા અંગે છે. ફેસબુકે તેના કરોડો યૂજર્સના પર્સનલ ડેટા કેંબ્રિજ એનાલિટિકાને આપ્યો હતો. જો તમારે ડેટાનું મહત્વ અને ગંભીરતાનો અંદાજ નથી તો આ ફિલ્મ જુઓ જે એટલી ખતરનાક છે કે તમારા રૂવાંટા ઉભા થઇ જશે.

વાત આપણી પર્સનલ લાઇફ કે વિચારોની હોય પંસદ-ના પસંદની હોય, રાજનૈતિક રૂઝાનની હોય કે પથી મારા છેલ્લા પીરિયડ ક્યારે આવ્યા હતા. તે દરેક જાણકારીઓ ખૂબ ખાનગી છે અને આ વાત દુનિયામાં માત્ર તે લોકોને જાણવાનો હક છે જેને અમે ઇચ્છીએ છીએ કે જાણીએ એપ આપાણી સુવિધા માટે હતી. અમારી પર્સનલ જાણકારીને પબ્લિક કરવા માટે નથી.

જોકે આ વાત છુરી રહી તો નથી. તો તેના કાયદાકીય પરિણામ હશે. પરંતુ આ કાયદાકીય દાવ-પેંચથી દૂર એક વખત ફરી વિચારવાની જરૂરત છે કે જે ટેકનોલોજીનો વાયદો જિંદગીને સગવડ આપાવનો હતો. તેને વધેલી સગવડો પણ કેવી રીતે છીનવી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન