Technology Why Apple's Logo is in the half-consuming apples
  • Home
  • Featured
  • Appleના Logoમાં કેમ હોય છે અડધું કપાયેલું સફરજન, જાણો હકીકત

Appleના Logoમાં કેમ હોય છે અડધું કપાયેલું સફરજન, જાણો હકીકત

 | 6:50 pm IST

પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન માટે દુનિયાભરમાં પ્રખ્યાત કંપની Appleનો Logoમાં અડધું કપાયેલું સફરજન છે. શુ તમે જાણો છો કે તેમા અડધું કપાયેલું સફરજન કેમ આપવામાં આવ્યું છે. શુ તમે ક્યારેય વિચાર્યું છે તે એપ્પલના લોગોમાં કેમ અડધું કપાયેલું સફરજન હોય છે. જ્યારે નામ એપ્પલ છે તો આખું સફરજન હોવું જોઇએ. તેની પાછળ એક રસપ્રદ કહાની છુપાયેલી છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એપ્પલના લોગોની આખી કહાની..

જોકે, આ વાત 1977ની છે. જ્યારે Rob Janoffએ આ Logo તૈયાર કરીને એપ્પલના ફાઉન્ડર Steve Jobsને બતાવ્યો હતો અને પ્રથમ નજરમાં જોબ્સને આ ખાધેલા સફરજનનો લોગો પસંદ આવ્યો હતો. આ લોગો અંગે જણાવવામાં આવી રહ્યું છે કે આ Logo કોમ્પ્યુટર સાયન્સના વિદ્વાન ગણાતા એલન ટર્નિંગની યાદમાં બનાવવામાં આવ્યો છે. એલન ટર્લિનનું 1954માં અચાનક મૃત્યું થયું હતું. તેના મૃતદેહ પાસેથી એક ઝેરી સફરજન મળ્યું હતું. જે અડધું ખાધેલું હતું.

Janoffનું માનવું હતું કે સફરજન એક એવું ફળ છે, જેનો શેપ થોડોક પણ કટ કર્યા પછી પણ ઓળખી શકાય છે. જેથી એપ્પલ કંપની માટે આ પ્રકારના Logo ને તૈયાર કરવામાં આવ્યો. તે સિવાય Steve Jobsએ તેમની કંપનીનું એપ્પલ નામ રાખવાનું કારણ છે કે તેમનો સફરજનનો એક બગીચો હતો અને તે પોતાના વધારે સમય સફરજનના બગીચામાં પસાર કરતા હતા. જ્યારે તે કંપની બનાવવા જઇ રહ્યા હતા, તો નામની યાદીમાં એપ્પલ નામ સૌથી વધારે હતું.