technology xiomi 5 september new three phone launch
  • Home
  • Featured
  • Xiaomi 5 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે ત્રણ નવા સ્માર્ટફોન્સ

Xiaomi 5 સપ્ટેમ્બરે લોન્ચ કરી શકે છે ત્રણ નવા સ્માર્ટફોન્સ

 | 3:06 pm IST

ચીનની મોબાઇલ નિર્માતા કંપની Xiaomi જલદી જ ભારતમાં Redmi 6 સીરીજ હેઠળ નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. શાઓમી ઇન્ડિયાનાપ્રમુખે ટ્વીટ કરીને આ સ્માર્ટફોન્સને જલદી લોન્ચ કરવાના સંકેત આપ્યા છે. જેનાથી આ સંકેત મળે છે કે કંપની એક સાથે કેટલાક સ્માર્ટફોન લોન્ચ કરશે. જોકે સ્માર્ટફોનની લોન્ચિંગ ડેટના સંબંધમાં કોઇ જાણકારી શેર કરી નથી. જોકે 5 સપ્ટેમ્બરે કંપની તરફથી નવી દિલ્હીમાં આયોજિત એખ ઇવેન્ટ દરમ્યાન Redmi 6, Redmi 6A અને Redmi 6 Pro લોન્ચ કરી શકે છે.

ટ્વીટમાં વધુમાં કહ્યું દેશના નવા સ્માર્ટફોન! મી ફેન્સ! અમારી પાસે એકથી વધારે છે. જલદી આવી રહ્યા છે. ટીજર વિડિયોમાં 6 નંબરને બતાવવામાં આવ્યો છે. જેની પાછળ ત્રણ સ્માર્ટફોનની આઉટલાઇન્સ જોઇ શકાય છે. બે સ્માર્ટફોન્સમાં નોચ નથી. જ્યારે ત્રીજામાં નોચ આપવામાં આવી છે.

કંપની દ્વારા મોકલવામાં આવેલ મીડિયા ઇનવાઇટમાં 5 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં એક લોન્ચ ઇવેન્ટ આયોજિત કરવાની પુષ્ટિ હોય છે. આ ઇનવાઇટમાં પણ એવા જ ત્રણ સ્માર્ટફોનને જોઇ શકાય છે. રેડમી 6ના 3જીબી રેમ/32 જીબી સ્ટોરેજને ચીનમાં 799 ચીની યુઆન (આશરે 8400 રૂપિયા) અને 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વેરિએન્ટને 999 ચીની યુઆન (આશરે 10,500 રૂપિયા)માં લોન્ચ કરવામાં આવ્યા છે.

જ્યારે રેડમી 6ના 2 જીબી રેમ/16 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 599 ચીની યુઆન (યુઆન 6300 રૂપિયા) છે. રેડમી 6 પ્રો 3 જીબી રેમ/32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 99 ચીની યુઆન (આશરે 10,400 રૂપિયા), 4 જીબી રેમ/32 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1199 ચીની યુઆન (આશરે 12,500 રૂપિયા) અને 4 જીબી રેમ/64 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 1299 ચીની યુઆન (આશરે 13600 રૂપિયા) છે. ભારતમાં આ હેન્ડસેટને આ કિંમતની આસપાસ લોન્ચ કરવાની આશા છે.

રેડમી 6માં 5.45 ઇંચ એચડી+ સ્ક્રીન છે જેનો ઓસ્પેક્ટ રેશિયો 18: છે. ફોનમાં મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસર છે. હેન્ડસેટમાં 12 મેગાપિક્સલ તેમજ 5 મેગાપિક્સલને બે રિયર સેંસર તેમજ 5 મેગાપિક્સલનો ફ્રન્ટ સેંસર આપવામાં આવ્યા છે. ફોનમાં 3000 એમએએચની બેટરી છે. સ્ટોરેજને 256 જીબી સુધીના માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાશે.