Teen children going to school at the risk of life
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ગુજરાત : જીવના જોખમે શાળાએ જતા નાના બાળકો, Video જોઈ હચમચી ઉઠશો

ગુજરાત : જીવના જોખમે શાળાએ જતા નાના બાળકો, Video જોઈ હચમચી ઉઠશો

 | 11:04 am IST

ગુજરાતમાં શિક્ષણને લઈને મોટી મોટી ગુલબાંગો ઝીંકવામાં આવે છે. પરંતુ ભણે ગુજરાત, પઢે ગુજરાતના પોકળ દાવાઓ કરતા તંત્રના દાવાની હવા કાઢી નાખતો કિસ્સો ખેડા જીલ્લામાં જોવા મળ્યો છે. ખેડાના નાયકા ગામના નાના બાળકો જીવના જોખમે શાળાએ જઈ રહ્યાં છે. ખેડાના નાયકા અને ભેરાઈ ગામનો બ્રિજ તુટી પડતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. લોકોએ એક પસાર થવું પડે છે. છેલ્લા બે મહિનાથી આ બ્રિજ તુટી પડ્યો છે પરંતુ અનેક રજુઆતો કરવા છતાંયે નઠારૂ તંત્ર તેની નિંદ્રામાં જ મસ્ત છે. જેના કારણે ભેરાઈ ગામના વિદ્યાર્થીઓએ શાળાએ જવા માટે બંને ગામના લોકો ભેગા થઈને પુલ પરથી ટીંગાટોળી કરીને બ્રિજ પસાર કરાવે છે. આમ માસુમ બાળકોને જીવના જોખમે શાળાએ જવાની નોબત આવી છે.