ટીના અંબાણીએ આપી એવી ગિફ્ટ કે શ્રીદેવીને યાદ કરી રડી પડ્યા બોની કપૂર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ટીના અંબાણીએ આપી એવી ગિફ્ટ કે શ્રીદેવીને યાદ કરી રડી પડ્યા બોની કપૂર

ટીના અંબાણીએ આપી એવી ગિફ્ટ કે શ્રીદેવીને યાદ કરી રડી પડ્યા બોની કપૂર

 | 5:12 pm IST

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનાં મૃત્યુથી તેમના પરિવાર, દોસ્તો અને ચાહકોને ઘણો જ આઘાત પહોંચ્યો હતો. શ્રીદેવીનાં મિત્રો શ્રીદેવીનાં પરિવારને ખુશ રાખવા શક્ય તમામ પ્રયત્નો કરી રહ્યા છે, પછી ભલે તે મનિષ મલ્હોત્રા હોય કે ટીના અંબાણી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટીના અંબાણીએ બોની કપૂરને એક અમૂલ્ય ગિફ્ટ આપી છે જેને જોઇને બોની કપૂર રડી પડ્યા હતા.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ‘ટીના અંબાણીએ એક સિલ્વર ફ્રેમમાં શ્રીદેવીની સુંદર તસવીર બોની કપૂરને ભેટ આપી છે જે ટીના અંબાણીનાં 61માં જન્મદિવસની છે. બોની કપૂરે જેવી એ તસવીર જોઇ ત્યારે તેઓ ઇમોશનલ થઇ ગયા હતા અને પોતાના આંસુઓને રોકી શક્યા નહોતા. બોની કપૂરે આ અતુલ્ય ભેટ માટે ટીના અંબાણીનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે શ્રીદેવીનાં પતિ બોની કપૂર અને દિયર અનિલ કપૂરે ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કર્યું હતું. તો શ્રીદેવીની દીકરી જ્હાન્વી કપૂર ‘ધડક’નાં શૂટિંગ માટે પરત ફરી છે. આ ફિલ્મમાં જ્હાન્વીનો લૂક ‘ઇંગ્લિશ વિંગ્લિશ’માં જોવા મળેલા શ્રીદેવીનાં લૂક જેવો જ છે.