લાલુનો દીકરો ઐશ્વર્યા રાયને સાઇકલ પર બેસાડી ફરવા નીકળ્યો, તસવીર થઇ વાયરલ - Sandesh
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • લાલુનો દીકરો ઐશ્વર્યા રાયને સાઇકલ પર બેસાડી ફરવા નીકળ્યો, તસવીર થઇ વાયરલ

લાલુનો દીકરો ઐશ્વર્યા રાયને સાઇકલ પર બેસાડી ફરવા નીકળ્યો, તસવીર થઇ વાયરલ

 | 3:08 pm IST

ઐશ્વર્યા રાયની સાથે લગ્ન કર્યા બાદ આરજેડી નેતા અને લાલુ યાદવનો મોટો દીકરો તેજ પ્રતાપ યાદવ ખૂબ ખુશ છે. તેમની આ ખુશીઓ એક તસવીરમાં જોઇ રહ્યાં છે. આ તસવીરમાં તેજ પ્રતાપ યાદવ પત્ની ઐશ્વર્યાને સાઇકલની મુસાફરી કરવા રહ્યાં છે. આ તસવીરમાં ઐશ્વર્યા અને તેજ પ્રતાપ બંને એક બીજાને જોઇ રહ્યાં છે. આ તસવીર સોશ્યલ મીડિયામાં ખૂબ શેર થઇ રહી છે. તેજ પ્રતાપ યાદવે ખુદ આ તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકી છે. આ તસવીર પર લોકોએ ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે અને તેમની જોડીને બેસ્ટ કહી છે.

આપને જણાવી દઇએ કે 12મી મેના રોજ લાલુ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના લગ્ન આરજેડી ધારાસભ્ય ચંદ્રિકા રાયની દીકરી ઐશ્વર્યા રાય સાથે થયા છે. ઐશ્વર્યાને સાઇકલ પર ફરવા લઇ જતાં પહેલાં તેજ પ્રતાપ તેને મંદિર પણ લઇ ગયા હતા. આ દરમ્યાન તેમની માતા અને બિહારના મુખ્યમંત્રી રાબડી દેવી પણ હાજર હતા. ત્રણેયે પટના સ્થિત એક મંદિરમાં પૂજા કરી. રાબડી દેવીએ તેમને ખુશી વૈવાહિક જીવનની કામના કરી.

સોશ્યલ મીડિયા પર તેમના હનીમૂનને લઇ અલગ-અલગ વાતો થઇ રહી છે. કહેવાય છે કે આ કપલ હનિમૂન માટે ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર જઇ શકે છે. પરંતુ આ અંગે હજુ સુધી યાદવ પરિવાર તરફથી કોઇ સત્તાવાર પુષ્ટિ કારઇ નથી.