Telangana Assembly Election 2018: ‘Mysterious’: Badminton Player Jwala Gutta
  • Home
  • Sports
  • Cricket
  • આ સ્ટાર ખેલાડીનું નામ મતદાન યાદીમાંથી ગાયબ થતાં ભડકી, કેજરીવાલે જોડે પૂરાયો સૂર

આ સ્ટાર ખેલાડીનું નામ મતદાન યાદીમાંથી ગાયબ થતાં ભડકી, કેજરીવાલે જોડે પૂરાયો સૂર

 | 2:12 pm IST

રાજસ્થાન અને તેલંગાણામાં આજે મતદાન ચાલી રહ્યું છે. આમ આદમીથી લઇ મોટા સ્ટાર્સ સુદ્ધાં પોલિંગ બુથ પર વોટ નાંખવા પહોંચ્યા છે. પરંતુ દેશની મોટી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા આજે મતદાન કરી શકી નથી. જ્વાલાએ ટ્વીટ કરી આ વાતની ફરિયાદ પણ કરી.

જ્વાલા ગુટ્ટાએ પહેલાં ટ્વીટ કર્યું હતું કે તેમનું નામ વોટર લિસ્ટમાં નથી, આથી તેઓ હેરાન છે. ત્યારબાદ તેમણે બીજી ટ્વીટ કરી કે ચૂંટણી કંઇ રીતે સાચી હોઇ શકે છે જ્યારે મારું નામ જ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ છે.

જ્વાલા ગુટ્ટાની આ ફરિયાદ બાદ ટ્વિટર પર કેટલાંય પ્રકારની પ્રક્રિયાઓ આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી લખ્યું કે આવું આખા દેશમાં થઇ રહ્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને અર્જુન ઍવૉર્ડી ખેલાડી પણ પોતાનો વોટ નાંખવાના હક અંગે પ્રશ્ન કરી રહી છે.

આપને જણાવી દઇએ કે રાજસ્થાન અને તેલંગાણામાં સવારથી જ મતદાન ચાલુ છે. તેલંગાણામાં સવારે 7 વાગ્યે શરૂ થયું. અત્યાર સુધીમાં કેટલાંય મોટા સ્ટાર મતદાન કરી ચૂકયા છે. સાઉથ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર નાગાર્જુન, અર્જુન, અને ચિરંજીવીએ સવાર-સવારમાં મતદાન કર્યું.

સવારે નવ વાગ્યા સુધીમાં તેલંગાણામાં અંદાજે 9 ટકા સુધી મતદાન થયું છે. તેલંગાણામાં કુલ 119 સીટો છે, જ્યાં મતદાન ચાલુ છે. તેલંગાણામાં કેટલીય જગ્યાએ ઇવીએમ ખરાબ થયાના સમાચાર છે.