telangana-bjp-promises-to-change-name-of-hyderabad-to-bhagyanagar
  • Home
  • Featured
  • BJP નેતાનું મોટું નિવેદન, ‘સત્તામાં આવીશું તો હૈદરાબાદનું નામ બદલીશું’

BJP નેતાનું મોટું નિવેદન, ‘સત્તામાં આવીશું તો હૈદરાબાદનું નામ બદલીશું’

 | 10:35 am IST

તેલંગાણા બીજેપી ફાયર બ્રાન્ડ નેતા રાજા સિંહે કહ્યું કે, જો અમારી પાર્ટી તેલંગાણામાં સત્તામાં આવશે તો તે હૈદરાબાદનું નામ બદલી નાખશે. બીજેપી હૈદરાબાદ સહિત રાજ્યના બીજા શહેરોનું નામ મહાપુરુષોનું નામ પર રાખશે.

રાજા સિંહે જણાવ્યું કે, ભાજપા જ્યારે તેલંગાણામાં સત્તામાં આવશે તો અમારું પહેલું લક્ષ્ય વિકાસ હશે અને આ તમામ રાજ્યના ફરીથી નામકરણ કરવામાં આવશે, આ તમામના નામ મહાપુરુષોના નામ પર રાખવામાં આવશે, જેમણે આપણા દેશ અને તેલંગાણા માટે કામ કર્યું છે.

હાલમાં ભંગ થયેલી વિધાનસભાના સભ્ય રાજા સિંહે કહ્યું કે, 16મી શતાબ્દીમાં આ વિસ્તાર પર શાસન કરનાર કુતુબશાહી વેશના શાસકોએ ભાગ્યનગરનું નામ બદલીને હૈદરાબાદ કરી નાખ્યું હતું. તેના સિવાય ઘણા અન્ય સ્થાનોના નામ બદલી નાખવામાં આવ્યા હતા. તેમાં સિંકદરાબાદ અને કરીમનગરનો પણ સમાવેશ થાય છે.

રાજા સિંહે AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી ટિપ્પણીને ખોટી ગણાવી હતી. ઓવૈસીએ કહ્યું હતું કે, ભાજપા અધ્યક્ષ અમિત શાહ ‘મુસ્લિમ મુક્ત’ દેશ બનાવવા માંગે છે.

સમર્થકોની વચ્ચે કટ્ટર છબી રાખનારા બીજેપી નેતા રાજા સિંહે જણાવ્યું કે, મુસ્લિમોને ઓવૈસી પર વિશ્વાસ ના કરવો જોઇએ, જે ઘણી વખત તેલંગાણા વિરુદ્ધ બોલી ચૂક્યા છે. ઓવૈસી હૈદરાબાદથી લોકસભા સભ્ય છે. તમને જણાવી દઇએ કે,તેલંગાણામાં સાત ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણી થનાર છે, જ્યારે મતગણતરી 11 ડિસેમ્બરે થશે.