Telangana CM KCR dissolve assembly election commission suspense
  • Home
  • Featured
  • તેલંગાણાના CM કે ચંદ્રશેખર રાવની આશાઓ પર પાણી ફેરવી શકે છે ચૂંટણી પંચ

તેલંગાણાના CM કે ચંદ્રશેખર રાવની આશાઓ પર પાણી ફેરવી શકે છે ચૂંટણી પંચ

 | 3:36 pm IST

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવાની ભલામણ રાજ્યપાલને કરી ચુક્યાં છે. તેઓ આ વર્ષે ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની સાથો સાથ તેલંગાણામાં પણ ચૂંટણી કરાવવા માંગે છે. પરંતુ તેમની આશાઓ પર ચૂંટણી પંચ પાણી ફેરવી શકે છે.

ચૂંટણી પંચની આજે બેઠક છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું છે કે, કહ્યું છે કે, તેલંગણાની વિધાનસભાની ચૂંટણી 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથે યોજાવવાની હતી. આ વર્ષે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી સાથે તેલંગાણાની ચૂંટણી કરાવવા માટે પંચે રાજ્યની સ્થિતિ સમઝવી પડશે.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી કઈ તારીકે કરાવવામાં આવે તે કહેવું હાલ મુશ્કેલ છે. સુપ્રીમ કોર્ટે જે દિશા નિર્દેશ આપ્યા છે તે અનુંસાર જ અમે નિર્ણય કરીશું.

ઉલ્લેખનીય છે કે, કે ચંદ્રશેખર રાવે ગઈ કાલે પદ પરથી રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવાની ભલામણ રાજ્યપાલને કરી હતી જેને તેમને સ્વિકારી લીધી હતી. આમ હજી 8 મહિનાનો કાર્યકાળ બાકી છે.

આમ સમય પહેલા જ વિધાનસભા ભંગ કરવા પાછળના બે કારણ છે. એક તો મુખ્યમંત્રી રાવ વિરોધ પક્ષોને તૈયારીઓ માટે પુરતો સમય ના મળે. અને બીજુ એ કે નરેન્દ્ર મોદીના હાઈટેક ચૂંટણી પ્રચારની અસર તળે દબાઈ જવાનો ડર. જોકે રાવને એ વાતનો પણ અહેસાસ છે કે, રાજ્યમાં આજની તારીખે વિપક્ષમાં તેમની સરીખો કોઈ જ નેતા નથી. આ સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા વિધાનસભાની ચૂંટણી કરાવવાથી તેમને ખાસ્સી મહેનત કરવી પડશે અને પોતાની છાપનો રાજ્યસ્તરીય ચૂંટણીનો લાભ ઉઠાવી શકશે.