Telangana employees increase in salary by 30%, government announces
  • Home
  • Business
  • આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત, તમામ કર્મચારીઓના પગારમાં કર્યો 30 ટકાનો વધારો

આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત, તમામ કર્મચારીઓના પગારમાં કર્યો 30 ટકાનો વધારો

 | 7:17 pm IST
  • Share

તેલંગાણા સરકારે પોતાના તમામ કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાની જાહેરાત કરી છે. તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે વિધાનસભામાં તેની જાહેરાત કરી છે. રાજ્યના તમામ કર્મચારીને તેનો લાભ મળશે. પછી તે ભલે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષક હોય અથવા અન્ય બોર્ડોમાં કામ કરતા કર્મચારી. કેસીઆર એ 11માં પે રિવીઝન કમીશન (પીએરસી) લાગૂ કરવાની જાણકારી આપી. તમામ કર્મચારીઓને તેનો લાભ 1 એપ્રિલ 2021થી મળવા લાગશે.

રિટાયરમેન્ટની ઉંમર પણ વધારી

તેલંગાણા રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ, શિક્ષકોના રિટાયરમેન્ટની ઉંમરમાં વધારો કરી 61 વર્ષ કરી દીધી છે. પહેલા આ ઉંમર 58 વર્ષ હતી. કેસીઆરની પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિએ આ વાયદાને ચૂંટણી ઢંઢેરામાં સામેલ કર્યો હતો. વર્ષ 2018માં તેલંગાણામાં ચૂંટણી દરમિયાન કેસીઆર એ ઘોષણા કરી હતી કે તેમની પાર્ટી રિટાયરમેન્ટની ઉંમર બદલી નાંખશે, જેનો ફાયદો લાખો કર્મચારીઓને થશે. આ ફેંસલો રિટાયર્ડ આઇએએસ ઓફિસર સી.આર. બિસ્વાલની અધ્યક્ષતામાં બનાવેલા આયોગની સલાહ પર લેવામાં આવ્યો છે.

સેલેરી હાઇકથી 9.17 લાખ કર્મચારીઓને ફાયદો થશે.

તેલંગાણામાં 9.17 લાખ સરકારી કર્મચારી છે. જેમને 30 ટકા સેલેરી હાઇકનો ફાયદો મળશે. અત્યાર સુધી પગાર વધારો માત્ર સામાન્ય કર્મચારીઓને જ મળતો હતો. પરંતુ આ વખતે સરકારે નક્કી કર્યું છે કે, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પર કામ કરી રહેલા કર્મચારીઓ, હોમગાર્ડસ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા કાર્યકર્તાઓને પણ તેનો ફાયદો મળશે.

સરકારે ગ્રેચ્યુટી સીમા પણ વધારી

રાજનીતિના ગલિયારાઓમાં કેસીઆરના નામથી ઓળખાતા ચંદ્રશેખર રાવની સરકારે રિટાયરમેન્ટ બાદ મળતી ગ્રેચ્યુટીની રકમમાં પણ વધારો કર્યો છે. પહેલા ગ્રેચ્યુટીની રકમ 12 લાખ હતી, જેને વધારીને 16 લાખ કરી દેવામાં આવી છે. માત્ર આટલું જ નહી 75 વર્ષ બાદ પેંશનમાં 15 ટકાના વધારાના નિયમને 70 વર્ષ પર લાગૂ કરી દીધો છે જેનો ફાયદો પેંશનરોને મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો