Telangana High Court Has Directed That The Bodies Of The Four Accused To Be Preserved
  • Home
  • Featured
  • હૈદરાબાદ એન્કાઉન્ટર પર તેલંગાણા હાઈકોર્ટ લાલઘુમ, તમામ મૃતદેહ સુરક્ષીત રાખવા આદેશ

હૈદરાબાદ એન્કાઉન્ટર પર તેલંગાણા હાઈકોર્ટ લાલઘુમ, તમામ મૃતદેહ સુરક્ષીત રાખવા આદેશ

 | 11:09 pm IST

હૈદરાબાદમાં પોલીસે મહિલા ડોક્ટર પર દુષ્કર્મ ગુજારનારા અને ત્યાર બાદ તેને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારવાના કેસમાં ચાર આરોપીઓનું એન્કાઉન્ટર કરવાના મામલે તેલંગાણા હાઈકોર્ટે લાલ આંખ કરી છે. તેલંગાણા હાઈકોર્ટે આ મામલે સંજ્ઞાન લેતા હૈદરાબાદ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ આરોપીઓના મૃતદેહને 9 ડિસમ્બર સાંજે 8 વાગ્યા સુધી સુરક્ષીત રાખવાનો આદેશ આપ્યો છે.

અદાલતે તેલંગાણા સરકારને આ મામલે નિર્દેશ આપ્યા છે. હવે આરોપીઓના મૃતદેહને તેમના પરિજનોને પણ નહીં સોંપવામાં આવે.

હૈદરાબાદ પોલીસે આજે વહેલી સવારે બળાત્કાર પીડિતાને જીતવી સળગાવી દેનારા ચારેય આરોપીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. પોલીસે આ તમામને એ જ જગ્યાએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા કે જ્યાં તેમણે પીડિતા સાથે જધન્ય કૃત્ય કર્યું હતું. આ ચારેય આરોપીઓ પોલીસના હથિયારો આંચકીને નાસવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસે તમામને એન્કાઉન્ટરમાં મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

પોલીસ દ્વારા કરવામાં આવેલા આ એન્કાઉન્ટરને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. કેટલાક લોકો પીડિતાને ત્વરીત ન્યાય અપાવવાને લઈને પોલીસની આ કાર્યવાહીને આવકારી રહ્યાં છે તો કેટલાક તેને ‘ન્યાયેત્તર હિંસા’ ગણાવી રહ્યાં છે.

હવે તેલંગાણા હાઈકોર્ટે પણ આ કાર્યવાહીને લઈને આકરૂ વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે આદેશ કર્યો છે કે તમામ આરોપીઓના મૃતદેહને સાચવી રાખવામાં આવે. આ મૃતદેહોનો પોલીસ કોઈ જ નિકાલ ના કરે. હાઈકોર્ટે કહ્યું છે કે, મૃતદેહને 9 ડિસમ્બર સાંજે 8 વાગ્યા સુધી સુરક્ષીત રાખવામાં આવે. જેથી આ મૃતદેહનો ના તો તેલંગાણા પોલીસ કે ના તો આરોપીઓના પરિજનો કોઈ જ નિકાલ કરી શકશે નહીં.

પીડિતાનો ફોન ઘટનાસ્થળેથી મળી આવ્યો

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી જ પીડિતાનો ફોન મળી આવ્યો છે. ચારેય આરોપીઓ મોહમ્મદ આરિફ, નવીન, શિવા અને ચેન્નાકેશવુલુને લઈને ઘટનાસ્થળ પર સીનના રીકંસ્ટ્રક્શન માટે પહોંચી હતી. પોલીસનો હેતુ હતો કે સીનનુ રીકંસ્ટ્રક્શન કરી ઘટનાનો વીડિયો જોડવામાં આવી શકે જેથી કરી આખો કેસ સરળતાપૂર્વક સમજી શકાય અને તપાસ આગળ વધાવી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન