Telangana Minister KTR's Message To Elon Musk
  • Home
  • Business
  • એલન મસ્કને ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા આ રાજ્ય સરકારે આપ્યું આમંત્રણ

એલન મસ્કને ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા આ રાજ્ય સરકારે આપ્યું આમંત્રણ

 | 2:31 pm IST
  • Share

  • મસ્કે કહ્યું કે ભારતમાં કાર લોન્ચ કરવામાં સરકારની સાથે ‘Challenges’નો સામનો

  • તેલંગાણામાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ

  • Musk એ સોશિયલ મીડિયા પર આપ્યું હતું નિવેદન

એલન મસ્કે તાજેતરમાં કહ્યું હતું કે ટેસ્લાને ઇન્ડિયામાં લોન્ચ કરવામાં તેમને ભારત સરકારની સાથે ‘Challenges’નો સામનો કરવો પડી રહ્યો છે. તેમની આ વાતનો જવાબ KTR એ આપ્યો છે અને તેમણે તેલંગાણામાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માટે આમંત્રણ મોકલાયું છે.

KTRએ ટ્વીટર પર મોકલ્યું આમંત્રણ

તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના દિકરા અને રાજ્યના ઉદ્યોગ અને વાણિજય મંત્રી કે.ટી.રામારાવ (KTR)એ ટેસ્લાના સીઇઓ એલન મસ્કને તેલંગાણામાં ફેકટરી સ્થાપવા માટે આમંત્રણ આપ્યું છે.

તેમણે ટ્વીટર પર લખ્યું હે એલન, હું ભારતના તેલંગાણા રાજ્યનો ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી છું. અમે ટેસ્લાને ભારત/તેલંગાણામાં દુકાન સ્થાપવા માટે જરૂરી પડકારોને સાથે મળીને દૂર કરવામાં ખુશી થશે. અમારું રાજ્ય સસ્ટેનબિલિટી સાથે જોડાયેલા કેટલીય બાબતોમાં પહેલ કરવામાં ચેમ્પિયન છે અને ભારતમાં ટોપ બિઝનેસ ડેસ્ટિનેશન છે.

Musk એ સોશિયલ મીડિયા પર આપ્યું હતું નિવેદન

એલન મસ્કે તાજેતરમાં એક ભારતીય યુઝર @PPatholeના ટ્વીટર પર પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ‘પડકારો’ આવવાની વાત કહી હતી. એલન મસ્કે ટ્વીટર પર ટેસ્લાને ભારત આવવાને લઇ પ્રશ્ન કરાયો હતો. તેના પર ટેસ્લાના ફાઉન્ડર અને સીઇઓ એલન મસ્કે જવાબ આપ્યો કે ભારતમાં કાર લોન્ચ કરવામાં તેમની કંપનીને કેટલાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે અને સરકારની સાથે મળીને તેનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આયાત ડ્યૂટી ઘટાડવા માંગે છે ટેસ્લા

ટેસ્લા ભારત સરકારને સતત ઇલેક્ટ્રિક વ્હિકલ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ઓછી કરવાની માંગણી કરી રહ્યું છે. ટેસ્લા આ વર્ષથી ભારતમાં પોતાની ઇમ્પોર્ટેડ ઇલેક્ટ્રિક કાર વેચવાનું શરૂ કરવા માંગે છે. ટેસ્લાની આ માંગની સ્થાનિક ઇવી કંપનીઓ વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ ટેસ્લાને કહ્યું હતું કે તેઓ ભારતમાં મેડ-ઇન-ઇન્ડિયા કાર વેચવા પર ધ્યાન આપે. પરંતુ મસ્ક ભારતમાં ફેકટરી સ્થાપતા પહેલાં સ્થાનિક બજારમાં ઇમ્પોર્ટેડ કારને સક્સેસ જોવા માંગે છે.

મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક પણ ભારતમાં સમસ્યાનો સામનો કરી રહી છે. કંપનીએ ગયા વર્ષે તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટે ભારતમાં પ્રી-બુકિંગ શરૂ કર્યું હતું. આનો વિરોધ કર્યા બાદ સરકારે કંપનીને પ્રી-બુકિંગ તાત્કાલિક બંધ કરવા કહ્યું હતું. સરકારે સ્ટારલિંકને કહ્યું હતું કે તેણે પહેલા ભારતમાં લાઇસન્સ લેવું જોઈએ, ત્યારબાદ તે ગ્રાહકો પાસેથી પૈસા લઈ શકે છે. ત્યારબાદ સ્ટારલિંકે પ્રી-બુકિંગના પૈસા પાછા આપવા પડ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો