NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • આવા છે ભારતના નેતાઓ!! મંત્રી બનવાની લાલચમાં નેતાએ પૂજાપાઠમાં 50 લાખનો ધુમાડો કર્યો

આવા છે ભારતના નેતાઓ!! મંત્રી બનવાની લાલચમાં નેતાએ પૂજાપાઠમાં 50 લાખનો ધુમાડો કર્યો

 | 4:50 pm IST

ભારતના દક્ષિણી રાજ્ય તેલંગનામાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહી સત્તાપક્ષ પાર્ટીના ધારાસભ્યએ પૂજાપાઠમાં 50 લાખ રૂપિયા એટલા માટે ખર્ચી નાખ્યા કે, તેઓ આ પૂજા કરાવશે તો તેઓ રાજ્યના મંત્રી બની જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટ્રાઈબલ પંડિતોએ ધારાસભ્યને કહ્યું કે, ઘરમાં સ્પેશિયલ પૂજા કરાવવાથી તેઓ જલ્દી જ રાજ્યના મંત્રી પદ પર સ્થાપિત થશે. જોકે, બાદમાં ધારાસભ્યને જ્યારે પંડિતો દ્વારા ઠગાયેલા હોવાનો અહેસાસ થયો તો તેમણે આરોપીઓને પોલીસના હવાલે કર્યા હતા.

ધારાસભ્યના સંબંધીઓએ પંડિતો સાથે તેમની મુલાકાત કરાવી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, પંડિતોની પ્રાર્થનાઓને કારણે તેમના ઘરમાં એક બાળકનો જન્મ થયો છે. ત્યારે ધારાસભ્યએ પોતાને મંત્રી બનાવા માટે પૂજા કરવાની વાત કરી હતી. જેના બાદ વારંગાલ ટાઉનમાં રહેનાર નરસિમ્હા અને રાજુએ ધારાસભ્યને મોટા સ્તર પર પૂજા કરવાની વાત કરી હતી. આ દરમિયાન પંડિતોએ કહ્યું કે, પૂજા બાદ તેઓ રાજનીતિમાં મોટી હસ્તી બની જશે અને જલ્દી જ મંત્રી પણ બની જશે.

જેના બાદ પંડિતોએ પૂજા કરવા ધારાસભ્ય પાસેથ એક લાખ રૂપિયાની માંગ કરી હતી અને બાદમાં ધીરે ધીરે 50 લાખ રૂપિયા ઠગી લીધા હતા. જોકે, જ્યારે ધારાસભ્યને પોતે લૂંટાયા હોવાનો અહેસાસ થયો તે તેમણે પંડિતોની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. હાલ બંને આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ થઈ રહી છે. બીજી તરફ પંડિતોનું કહેવું છે કે, તેમણે કોઈ જ અપરાધ કર્યો નથી. તેમણે ખોટા આરોપમાં ફસાવવામાં આવી રહ્યાં છે.