Telangana Pet Dog Death On CM Chandrasekhar Bungalow Fir On Doctor
  • Home
  • India
  • લ્યો બોલો! મુખ્યમંત્રીના બંગલે પાળેલા કુતરાનું મોત થતા ડૉક્ટરો વિરૂદ્ધ જ કેસ નોંધાયો

લ્યો બોલો! મુખ્યમંત્રીના બંગલે પાળેલા કુતરાનું મોત થતા ડૉક્ટરો વિરૂદ્ધ જ કેસ નોંધાયો

 | 5:48 pm IST

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસસ્થાને એક પાળેલા કુતરાનું બિમારીના કારણે મોત નિપજ્યું હતું. આ કુતરાના મોત પર જાનવરોના ડૉક્ટરો વિરૂદ્ધ જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

હૈદરાબાદ પોલીસે એક પશુ ચિકિત્સકની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ડૉક્ટર પર બેદરકારી રાખવાનો આરોપ છે.

ડૉક્ટર રંજીત અને એક ખાનગી પશુ દવાખાનના ઈન્ચાર્જ વિરુદ્ધ શનિવારે બંજારા હિલ્સ પોલીસ સ્ટેશમાં મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસીની કલમ 429 અને પશુ ક્રૂરતા વિરુદ્ધની કલમ 11(4) હેઠળ કેસ નોંધ્યો છે.

તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના સત્તાવાર નિવાસસ્થાન પ્રગતિ ભવનના એક પાળેલા હસ્કી નામના કુતરાનું બિમારી બાદ નિધન થયું હતું. 11 મહિનાનો શ્વાન 11 સપ્ટેમ્બરે કથિત રીતે ડૉક્ટરે ઇન્જેક્શન આપ્યા બાદ મૃત્યું પામ્યો હતો. જેને લઈને પ્રગતિ ભવનમાં પાળેલા શ્વાનની દેખભાળ કરનારા આસિફ અલી ખાને પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. આ મામલે પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી હતી.

આસિફ અલી ખાનનો આરોપ છે કે, ડૉક્ટર અને ચિકિત્સાલયના પ્રભારીની બેદરકારીના કારણે શ્વાનનું મોત થયું હતું.

આ વીડિયો પણ જુઓ : મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન