Telangana to Enact Own Law for Traffic Violation, Says CM Chandrasekhar Rao
  • Home
  • Featured
  • મોદી સરકારના નવા ટ્રાફિક નિયમની ‘ઐસી કી તૈસી’: આ રાજ્ય એ કહી દીધું કે અમારે ત્યાં લાગૂ નહીં કરાય

મોદી સરકારના નવા ટ્રાફિક નિયમની ‘ઐસી કી તૈસી’: આ રાજ્ય એ કહી દીધું કે અમારે ત્યાં લાગૂ નહીં કરાય

 | 8:37 am IST

દેશમાં જ્યારથી નવો ટ્રાફિક કાયદો લાગૂ કરાયો છે ત્યારથી બૂમબરાડા પડી ગયા છે. મોદી સરકારના આ નિયમથી ચારેયબાજુ હાહાકાર મચી ગયો છે. ગુજરાતમાં પણ આજથી નવો નિયમ લાગૂ થતાં પ્રજામાં ગણગણાટ શરૂ થઇ ગયો છે. પરંતુ આ બધાની વચ્ચે મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે બજેટ સત્ર દરમ્યાન વિધાનસભામાં જાહેરાત કરી કે નવો ટ્રાફિક કાયદો તેલંગણામાં લાગૂ થશે નહીં. રાજય સરકાર ટ્રાફિક ઉલ્લંઘનની સમસ્યાઓને ઉકેલવા માટે પોતાનો કાયદો લાવશે. તેમણે કહ્યું કે ભારે ભરખણ દંડ લગાવીને લોકોને પરેશાન કરવાની તેમની કોઇ ઇચ્છા નથી.

આપને જણાવી દઇએ કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની રકમમાં કેટલાં ગણો વધારો કરનાર મોટર વ્હિકલ કાયદાએ મોટા વિવાદને જન્મ આપ્યો છે અને કેટલાંય રાજ્યોએ એ કહેતા તેને લાગૂ કરવાની ના પાડી દીધી કે તેનાથી પ્રજા પર અનુચિત ભારણ પડશે.

મોટર વ્હિકલ (સંશોધન) 2019ને સંસદે ગયા સત્રમાં રજૂ કર્યું અને આ એક સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગયો છે. નવા કાયદા પ્રમાણે ખોટા અને ખતરનાક રીતે વાહન ચલાવનારાઓને પહેલી વખત દોષિત મળવા પર છ મહિનાથી એક વર્ષની સજા કે 1000 કે 5000 રૂપિયાનો દંડ થઇ શકશે. બીજી વખત દોષિત પકડાશે તો 10000 રૂપિયાનો દંડ થશે.

દારૂ પીને ગાડી ચલાવા પર પહેલી વખત દોષિત મળવા પર 6 મહિનાની જેલ કે 10000 રૂપિયાનો દંડ કે બંનેની સજા સંભળાવાશે. બીજી વખત દોષિત મળવા પર બે વર્ષ સુધીની જેલ કે 15000 રૂપિયા સુધીનો દંડ કે જેલની સજા કાં તો બંને સંભળાવાશે.

લાઇસન્સ વગર ચાલવા પર 5000 રૂપિયાનો દંડ કરી દેવાયો છે જે પહેલાં માત્ર 500 રૂપિયા હતો. યોગ્ય ના હોવા છતાંય વાહન ચલાવા પર પહેલાં માત્ર 500 રૂપિયા હતો, જે હવે વધીને 10,000 રૂપિયા કરી દેવાયો છે.

નક્કી સમય કરતાં વધુ ઝડપથી વાહન ચલાવા પર દંડ 400 રૂપિયાથી વધીને 1000 રૂપિયા કરી દેવાયો છે. હલકા મોટર વાહનના મામલામાં આ 2000 રૂપિયા છે. આ કેસમાં મધ્યમ યાત્રી કે ગુડઝ વાહનો પર દંડ 2000 રૂપિયાથી 4000 રૂપિયાથઇ ગયો છે.

આ વીડિયો પણ જુઓ – રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સાયકલ પર પહોંચ્યા કોર્ટમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન