તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદ વટાવી, મહિલા સાથે કર્યું આવું - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદ વટાવી, મહિલા સાથે કર્યું આવું

તેલંગાણામાં TRSના નેતાએ તમામ હદ વટાવી, મહિલા સાથે કર્યું આવું

 | 5:23 pm IST

તેલંગણાના નિઝામાબાદથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં સત્તારૂઢ તેલંગાના રાષ્ટ્ર સમિતી (TRS)એ મંડળ પ્રજા પરિષદના અધ્યક્ષ ઈમ્માદી ગોપી અને એક મહિલા વચ્ચે જમીન વિવાદને લઈને ચણભણ એટલી વધી ગઈ કે નેતાજીએ મહિલાની છાતી પર લાત મારી હતી. મહિલાએ ઈમ્માદી ગોપીને ચપ્પલ વડે મારતા તેણે મહિલાને છાતીના ભાગે જોરથી લાત મારી હતી. જેમાં મહિલા રીતસરની ફંગોળાઈને જમીન પર પટકાઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ટીઆરએસના નેતા ઈમ્માદ ગોપી પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.