જાણો કઈ ટેલિકોમ કંપની આપી રહી છે તમારા માટે બેસ્ટ અનલિમિટેડ ડેટા ઓફર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • જાણો કઈ ટેલિકોમ કંપની આપી રહી છે તમારા માટે બેસ્ટ અનલિમિટેડ ડેટા ઓફર

જાણો કઈ ટેલિકોમ કંપની આપી રહી છે તમારા માટે બેસ્ટ અનલિમિટેડ ડેટા ઓફર

 | 6:55 pm IST

ભારતની 4G નેટવર્ક નિર્માતા કંપની રિલાયન્સ જિયોએ 1 એપ્રિલથી લાગૂ થનાર ટેરિફ પ્લાનની જાહેરાત કરતાની સાથે જ એરટેલ, વોડાફોન, બીએસએનએલ અને આઈડિયા જેવી અન્ય ટેલિકોમ કંપનીઓમાં પ્રાઈઝ વોર શરૂ થઈ ગઈ છે. આ પ્રાઈઝ વોરને લઈને બધી જ કંપનીઓએ અનલિમિટેડ ડેટા ઓફર રજૂ કરી દીધા છે.

રિલાયન્સ જિયો પ્રાઈમ સબ્સક્રિપ્સન 303 રૂપિયાનું રિચાર્જ પેક

જિયોએ પોતાના પ્રાઈમ કસ્ટમર્સ માટે 303 રૂપિયાનું પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં યુઝરને 28 જીબી ડેટા મળશે. આ પેકની વેલિડિટી 28 દિવસની હશે. તે ઉપરાંત જિયો પોસ્ટપેડ યુઝર્સને બિલ સાયકલ એટલે કે, આખા મહિના માટે 30GB ડેટા મળશે. આ પેકમાં દિવસમાં એક જીબી ડેટા વાપરા મળશે. પરંતુ તે માટે યુઝર્સને 99 રૂપિયાની પ્રાઈમ પ્લાન લેવાનું રહેશે. તે ઉપરાંત જિયોના 499 રૂપિયા પ્લાનમાં યુઝર્સને 56 જીબી ડેટા મળશે. જેમાં એક દિવસમાં 2 જીબી ડેટા આપવામાં આવશે.

એરટેલ 345 રૂપિયા રિચાર્જ પેક
એરટેલે હાલમાં જ 345 રૂપિયા રિચાર્જ પેક લોન્ચ કર્યો છે. જેમાં 28 દિવસની વેલિડિટી સાથે 28 જીબી ડેટા મળશે. આ પેકમાં યુઝર્સને પ્રતિદિવસે 1 જીબી હાઈસ્પીડ ડેટા વાપરવા મળશે. યુઝર દિવસમાં માત્ર 500 એમબી જ ડેટા વાપરી શકશે અને બીજો 500 એમબી ડેટા રાત્રે 12amથી 6am વચ્ચે વાપરી શકાશે. તે ઉપરાંત એરટેલે 345 રૂપિયા અને 549 રૂપિયાનું પ્લાન પણ રજૂ કર્યો છે. જેમાં યુઝર્સને ફ્રિ કોલ અને 30 પૈસા મીનિટના હિસાબથી 1200 મીનિટ આપવામાં આવશે.

આ ઉપરાંત એરટેલ પોતાના પોસ્ટપેડ કસ્ટમર્સને 30 જીબી ડેટા ફ્રિ આપશે, જેની વેલિડિટી ત્રણ મહિના રહેશે. આ ઓફરનો ઉપયોગ કરવા માટે યુઝરને એરટેલ એપ્પનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ દ્વારા યુઝર 31 માર્ચથી પહેલા આ ઓફરનો લાભ લઈ શકે છે.

વોડાફોન 346 રૂપિયા રિચાર્જ

વોડાફોનના નવા 346 રૂપિયા પૈકમાં અનલિમિટેડ કોલ્સ સાથે 28 જીબી ડેટા મળશે. પરંતુ આ ઓફરમાં પ્રતિદિવસે 1 જીબી ડેટા લિમિટે ઓવર થયા બાદ કંપની ચાર્જ વસૂલવાનું શરૂ કરી દેશે.

બીએસએનએલનું 399 રિચાર્જ પ્લાન

બીએસએનએલના આ નવા 399 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસ માટે 2 જીબી પ્રતિદિવસના હિસાબે ડેટા મળશે. તે ઉપરાંત બીએસએનએલ ટુ બીએસએનએલ અનલિમિટેડ કોલ્સ અને બીએસએનએલથી અન્ય નેટવર્ક માટે 25 મીનિટ ફ્રિ આપવામાં આવશે ત્યાર બાદ 25 પૈસા પ્રતિ મીનિટના હિસાબથી ચાર્જ લાગવાનું શરૂ થઈ જશે.

આઈડિયાનો 348 રૂપિયાનો રિચાર્જઆઈડિયાએ 348 રૂપિયાવાળા પેકમાં અનલિમિટેડવાળા પ્લાનમાં પ્રતિદિવસ 500 એમબી હાઈ સ્પીડ ડેટા મળશે. આ પૈકમાં યુઝર્સને એક મહિના માટે 14 જીબી ડેટા આપવામાં આવશે. કંપનીનું આ પ્લાન માય આઈડિયા એપ્પ દ્વારા એક્ટિવ થશે. તે ઉપરાંત આઈડિયાએ 2Gના રેટમાં 3G અને 4G ડેટા પ્લાન આપવાની જાહેરાત કરી છે.