Telecom Companies May Increased Tariffs with Three Month
  • Home
  • Business
  • ઇન્ટરનેટ વાપરનારાઓ માટે માઠા સમાચાર, ટેલિકોમ કંપનીઓ વધારશે પેકેજના આટલા ભાવ!

ઇન્ટરનેટ વાપરનારાઓ માટે માઠા સમાચાર, ટેલિકોમ કંપનીઓ વધારશે પેકેજના આટલા ભાવ!

 | 4:30 pm IST

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જિયોના આવ્યા બાદથી ખૂબ જ સસ્તા પ્લાનની સુવિધા ગ્રાહકોને મળી રહી છે. પરંતુ હવે મોબાઇલ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરતા એવા લોકોના ખિસ્સા પર હવે વધુ ભાર પડશે એવા સમાચાર સામે આવ્યા છે. એક તરફ જ્યાં જિયોએ થોડા દિવસ પહેલા આઉટગોઇંગ કોલ પર ચાર્જ લગાવીને ટેરિફમાં વધારો કર્યો છે. ત્યાં જ બીજી તરફ પ્રાઇસ વોરની સમસ્યાનો સામનો કરતી એવી એરટેલ અને વોડાફોન આઇડિયાએ આને તક માનીને ડિસેમ્બરમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

જ્યારે હવે એવી માહિતી મળી રહી છે કે એરટેલ અને વોડાફોન આઇડિયા દ્વારા ટેરિફમાં વધારો કરવાની માહિતી મળતા રિલાયન્સ જિયોએ પણ પ્લાન ટેરિફમાં વધારો કરવાની યોજના બનાવી છે. જોકે કંપની આ અંગે ધીમે-ધીમે વલણ અપનાવશે. રિપોર્ટ મુજબ જો રિલાયન્સ જિયો આગામી અમુક સપ્તાહમાં ટેરિફોમાં વધારો કરે તો ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પણ 30 ટકા વધારો કરવાની તક મળશે. વિશ્લેષકોનું કહેવું છે કે આ બન્ને કંપનીઓ આગામી ત્રણ મહિનામાં આ વધારો કરી શકે છે. તેમનું કહેવું છે કે જો આવું થયું તો ટેલિકોમ ક્ષેત્રમાં પ્રાઇસ વોરથી નુકસાન વેઠવી રહી કંપનીઓને ભરપાઈ કરવાની તક મળી જશે.

મીડિયા રિપોર્ટ મુજબ જિયોનો સંભાવિત 15 ટકાનો વધારો અને અન્ય નેટવર્ક પર કોલ માટે 15 ટકાના થયેલા વધારાને જોઈ એરટેલ અને વોડાફોન આઇડિયા માટે ટેરિફમાં સરેરાશ 30 ટકાનો વધારો કરવાની શક્યતા છે. જોકે જિયો ભાવ વધારાને લઈ વધુ તકેદારી રાખશે અને ધીમે-ધીમે વધારાને મહત્વ આપશે. ઉલ્લેખનીય છે કે સોમવારે એરટેલ અને વોડાફોન આઇડિયા આગામી મહિનેથી ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સતત બીજા દિવસે BRTS બસે સર્જ્યો અકસ્માત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન