Telecom Companies Providing Best Pre-Paid Offer under 100 rupees
  • Home
  • Featured
  • ટોચની આ ત્રણ ટેલિકોમ કંપનીઓ આપી રહી છે રૂ.100થી ઓછી કિંમતે પ્રીપેડ પ્લાન ઓફર

ટોચની આ ત્રણ ટેલિકોમ કંપનીઓ આપી રહી છે રૂ.100થી ઓછી કિંમતે પ્રીપેડ પ્લાન ઓફર

 | 5:41 pm IST

વર્તમાનમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે સસ્તા દરે પ્રીપેડ પ્લાન્સ આપવાની હોડ લાગી છે. આ પ્રાઈઝ વોરના કારણે બધી ટેલિકોમ કંપનીઓએ તેમના સસ્તા રિચાર્જ પ્લાન બજારમાં ઉતાર્યા છે. જોકે આ પ્લાન્સમાં યુઝર્સને સસ્તા દરે કોલ્સની સાથે ડેટાનો લાભ પણ મળે છે. આજે મને તમને દેશની પ્રમુખ ત્રણ કંપનીઓના 100 રૂપિયાથી ઓછી કિંમતના પ્લાન્સ વિશે જણાવીશું.

એરટેલના 98 અને 95 રૂપિયાના પ્લાન:

ભારતી એરટેલના 98 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 30 પૈસા પ્રતિ મિનિટના હિસાબે કોલિંગનો લાભ મળે છે. આ પેક પર યુઝર્સને 28 દિવસથી વેલિડિટી સાથે 3GB ઈન્ટરનેટ ડેટાનો લાભ પણ મળે છે. ઉપરાંત એરટેલનો એક અન્ય પ્લાન 95 રૂપિયામાં ઉપલબ્ધ છે. જેમાં યુઝર્સને 500 એમબી ઈન્ટરનેટ ડેટાનો લાભ મળે છે.

આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે જેમાં તેમને 30 પૈસા પ્રતિ મિનિટના દરે કોલિંગની સુવિધા પણ મળે છે.

વોડાફોન 95 રૂપિયાનો પ્લાન:

વોડાફોનના આ પ્લાનમાં એરટેલની જેમ યુઝર્સને 28 દિવસની વેલિડિટી સાથે 500 એમબી ઈન્ટરનેટ ડેટા અને 30 પૈસા પ્રતિ મિનિટના દરે કોલિંગની સુવિધા મળે છે. કંપનીનો આ પ્લાન મિનિમમ રિચાર્જ પ્લાન હેઠળ આવે છે.

રિલાયન્સ જિયોનો 98 અને 52 રૂપિયાનો પ્લાન:

રિલાયન્સ જિયોનો આ રિચાર્જ પ્લાન્સ સ્માર્ટફોન યુઝર્સ માટે હોય છે. જિયોના 98 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને 2GB હાઈ સ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગનો લાભ મળે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હોય છે. ઉપરાંત યુઝર્સને પેક હેઠળ 300 ફ્રી એસએમએસની સુવિધા પણ મળે છે. આ સિવાય રિલાયન્સ જિયોના 52 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 0.15GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ મળે છે. ઉપરાંત પ્લાન હેઠળ યુઝર્સને 70 એસએમએસનો લાભ પણ મળે છે. જેની વેલિડિટી 7 દિવસની હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન