telecom-companies-to-stop-ekyc-through-aadhaar-ask-department-of-telecommunications
  • Home
  • Business
  • ટેલીકોમ કંપનીઓને ‘આધાર’ પર ઝાટકો, સરકારે તાત્કાલીક રોક લગાવી

ટેલીકોમ કંપનીઓને ‘આધાર’ પર ઝાટકો, સરકારે તાત્કાલીક રોક લગાવી

 | 3:57 pm IST

જિયો, એરટેલ સહિતની તમામ દિગ્ગજ ટેલીકોમ કંપનીઓને સરકારે આધાર મામલે મોટો ઝાટકો આપ્યો છે. દૂરસંચાર મંત્રાલયે કંપનીઓને તાત્કાલીક ધોરણે ઈકેવાયસીના માટે આધાર નંબરનો ઉપયોગ કરવા પર પતિબંધ મુક્યો છે. સુપ્રીમકોર્ટે આધારના ઉપયોગથી સિમ જારી કરવા પર રોક લગાવી હતી.

કંપનીઓનો વધશે ખર્ચો

હવે સરકારના આ આદેશ બાદ ટેલીકોમ કંપનીઓને મોબાઈલ વેરિફિકેશન કરાવવા માટે ખર્ચ કરવો પડશે. કેમકે તેમને ફરીથી વેરિફિકેશન કરાવવા જુની રીત અપનાવવાની રહેશે

સરકારે આપ્યો ટેલીકોમ કંપનીઓને આદેશ

મંત્રાલયે આદેશ આપતા કહ્યુ છે કે કંપનીઓએ વેરિફિકેશન સિવાય નવા સિમકાર્ડ આપતા પહેલા આધારને ઈકેવાયસી માટે ઉપયોગમાં લઈ શકશે નહી. મંત્રાલય તરફથી કંપનીઓને 5 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

અપનાવી શકો છો બીજો ડિજીટલ ઉપયોગ

આ સાથે જ મંત્રાલયે કંપનીઓને કહ્યુ છે કે આધાર સિવાય બીજા ડિજીટલ ઉપયોગથી તમે પેપરલેસ પ્રક્રિયા બનાવી શકો છો. કંપનીઓ ગ્રાહકનો ફોટો તાત્કાલીક ખેંચે અને આઈડી પ્રૂફને સ્કૈન કરી શકો છો.

આધાર નંબરની બંધારણીય માન્યતાને યથાવત રાખતા સુપ્રીમ કોર્ટે ઘણી સેવાઓમાટે આધાર કાર્ડનો ઉપયોગ યથાવત રાખ્યો છે. જો કે કોર્ટે કેટલીક સેવાઓમાં આધારનંબરનો પ્રયોગ કરવો અમાન્ય ગણાવ્યુ છે.

તત્કાલીન મુખ્ય ન્યાયધીશ દિપક મીશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે 26 સપ્ટેમ્બર, 2018એ આપેલ પોતાના નિર્ણયમાં જણાવ્યુ હતુ કે આધારનું લક્ષ્ય કલ્યાણકારી યોજનાઓને સમાજના વંચિત તબક્કા સુધી પહોંચાડવાનો છે. ફક્ત વ્યક્તિગત નહી પણ સમુદાયના દૃષ્ટીકોણથી લોકોનું સન્માન જાળવવાનો ખયાલ પણ રાખવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આધાર એક્ટના સેક્શન 57ને હટાવી દિધો હતો. આ સેક્શનના આધારેજ કંપનીઓ અને બેન્ક આધાર નંબરથી ખાતા ખોલાવી શકતા હતા કે સીમ ખરીદી શકતા હતા. ન્યાયધીશ દિપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને ન્યાયમૂર્તિ એ.કે. સીકરીએ આધાર પર ફેસલો સંભળાવતા કહ્યુ હતુ કે બંધારણીય રીતે આધાર કાયદાકીય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન